ડીસા તાલુકા પોલીસ મથકે માર માર્યાની ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-01-08 12:00:59
  • Views : 1134
  • Modified Date : 2020-01-08 12:00:59

ડીસા તાલુકાના વેળાવપુરા ગામ ખાતે વેળાવાપુરા ગામના જ ઈસમોએ ભેગા મળી સાવિયાણા ગામના ઈસમને ઢોર માર માર્યો હતો, જેને લઈ ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
ઘટનાની વિગતો એવી છે કે સાવિયાણા ગામના ઠાકોર વાઘુજી બળવંતજી ગામમાં જાગણી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન વેળાવાપુરા ગામના યાદવ ભરતસિંહ વખતસિંહ તથા અલ્પેશસિંહ રૂપસિંહ મોટરસાઈકલ લઈ જાગણી માતાના મંદિર પાસેથી
પુરજાશમાં પસાર થઈ રહ્યા હતા. જેથી વાઘુજીએ આ ઈસમોને મોટરસાયકલ ધીરે ચલાવવાનું કહેતા ભરતસિંહ અને અલ્પેશસિંહ ઉશ્કેરાઈ જઈ જેમ તેમ બોલવા માંડ્યા. ત્યારબાદ કહેવા લાગેલ કે તું અમારા ગામમાંથી નીકળી પછી તારી વાત છે અને તેઓ જતા રહેલ. ત્યારબાદ બપોરના સુમારે વાઘુજી તેમજ તેમના
કાકાના દીકરા એમ ત્રણ જણા વેળાવાપુરા ગામ ખાતે મજુરી કામ કરવા આવેલ. ત્યારે આ વાતની જાણ આરોપીઓને થતાં ભરતસિંહ અને અલ્પેશસિંહ મોટરસાઈકલ સાથે અને અન્ય બે ઈસમો સાથે લઈ ફરિયાદી વાઘુજી બળવંતજી ઠાકોરને ધારીયું, ધોકા અને લોખંડના સળીયાથી માર મારી ભાગી ગયેલ. ત્યારબાદ ઘટનાસ્થળેથી ૧૦૮ ને ફોન કરી બોલાવેલ અને સારવાર અર્થે ડીસા સરકારી હોસ્પિટલ લાવેલ. પરંતુ સ્થિતિ ગંભીર જણાતાં વધુ સારવાર અર્થે પાટણ ખાતે કરેલ છે. જે ઘટનાની ફરિયાદી વાઘુજી બળવંતજી ઠાકોરે ડીસા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Download Our B K News Today App



Related News