આગથળા પોલીસ સ્ટેશનમાં વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કરનાર ઈસમો વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-16 12:16:04
  • Views : 434
  • Modified Date : 2019-10-16 12:16:04

આગથળા પોલીસ સ્ટેશનમાં તારીખ ૧૩/૧૦/૨૦૧૯ ના રોજ લાખણીના છગનજી ગોળીયાના એક જ જ્ઞાતિના બે પરિવારો વચ્ચે રસ્તાને લઈને તેમજ મારામારી અને
ધાક-ધમકીની અરજી આગથળા પોલીસ મથકે  કરવામાં આવી હતી. જે અંતર્ગત આગથળા પોલીસ મથકના બીટ જમાદાર રઘુરામભાઈએ અરજીની
તપાસના કામે (૧)અતુલજી અભાજી ઠાકોર (૨)દિલીપજી ચેનાજી ઠાકોર (૩)અલ્પેશજી પ્રેમાજી ઠાકોર અને (૪)મહેન્દ્ર રૂડાજી ઠાકોર નામના
આરોપીઓને પોલીસ મથકે બોલાવીને એક પછી એક અલગ અલગ તપાસ કરી રહ્યા હતા. તે વખતે આરોપીઓને ક્રાઈમ રૂમમાં બેસાડવામાં આવેલ હતા. તે વખતે ઉપરોક્ત ચારેય આરોપીઓએ કોઈપણ પ્રકારની મંજૂરી કે રજા મેળવ્યા વગર સરકારી મિલકતમાં વિડીયો ઉતારીને ટિકટોક વોટ્‌સએપ અને અન્ય રીતે સોશિયલ મીડિયામાં વાયરલ કરીને
પોલીસ સ્ટેશનમાં ચાલતી ગુપ્ત તપાસને જાહેર કરવાના પ્રયત્નો કર્યા  તેમજ સરકારી મિલકતમાં બિનઅધિકૃત રીતે વિડીયો ઉતારીને આવું કૃત્ય કરવા માટે અન્ય લોકોને ઉશ્કેરવા માટેના પ્રયત્નો કર્યા હોવાથી આ બાબતની ગંભીરતાને લઇને જિલ્લા પોલીસ વડા તરૂણકુમાર દુગ્ગલની  સૂચનાથી ડી.વાય.એસ.પી પી.એચ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ આગથળા પોલીસ સ્ટેશનમાં આઈ.પી.સી કલમ ૫૦૫(બી) ૧૧૪ તેમજ ધી ઇન્ફર્મેશન ટેકનોલોજી અધિનિયમ સન ૨૦૦૦ ની કલમ ૭૨ તથા ૮૪(સી) મુજબ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને  ચારેય આરોપીઓને મોડી રાત્રે ધરપકડ કરીને આગળની તપાસ ઇન્ચાર્જ પી.એસ.આઇ જે.એન.ખાંટ ચલાવી રહ્યા છે. પોલીસની આ કડક કાર્યવાહીની ચોતરફ પ્રશંસા કરવામાં આવી રહી છે. કારણ કે સરકારી મિલકતમાં મંજૂરી મેળવ્યા વગર ફોટો અને વિડીયો ઉતારનાર તત્વોમાં છેલ્લાં ઘણાં સમયથી વધારો થયો છે. ત્યારે  આ કાર્યવાહીથી આવા તત્વો કાબુમાં રહેશે તેમજ બિનઅધિકૃત રીતે  વિડિયો કે ફોટો પાડનાર લોકોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે.

Download Our B K News Today App



Related News