યાત્રાધામ ઢીમા દૂધ મંડળીના મંત્રી પર ગામના જ લોકોએ હુમલો કરતા ફરિયાદ નોંધાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-20 10:41:09
  • Views : 436
  • Modified Date : 2019-10-20 10:41:09

વાવ તાલુકાના યાત્રાધામ ઢીમામાં ગ્રામપંચાયત કચેરી નજીક આવેલ ધી ઢીમા દૂધ
ઉત્પાદક સહકારી મંડળીમાં શનિવારે સવારે ૭.૩૦ કલાકે રબારી લખમણભાઈ વિહાભાઈના ઘરનું સભ્ય દૂધ ભરાવા માટે દૂધ મંડળીએ આવેલ. ત્યારે મંત્રીએ દૂધ ભેળસેળવાળું હોઈ આ દૂધ નહિ ચાલે ત્યારે એ વ્યક્તિ ઘરે ગયો હતો. તો વળી અડધો કલાક પછી ઘરના સભ્યોએ મંડળી રચી અને દૂધ ઉત્પાદક સહકારી મંડળી પર આવેલ અને મંત્રીની ઓફિસમાં આવી બિભત્સ ગાળો બોલી મંત્રીને માર માર્યો હતો. તો વળી દૂધ ભરાવા આવેલ હોઈ
ઝપાઝપીના સમયે આ લોકો હાજર, વજીર રમેશભાઈ ઈશ્વરભાઈ, ઢેમેચા રમેશભાઈ દેવસીભાઈ, ભાખરીયા વખતરામ અજાભાઈ, હરિજન મોડાભાઈ પુરાભાઈ (દૂધ મંડળીના કમિટી સભ્ય),
રાજપૂત ભરતભાઈ હેમાભાઈ, વજીર રૂપાભાઈ રવાભાઈ સહિત લોકોએ બન્ને લોકોને
ઝપાઝપી સમયે આ લોકો હાજર હોઈ છોડાવવા માટે પ્રયત્ન કરેલ. તેવાં સમયે નજીકમાં ઉભેલ રબારી લખમણભાઈ વિહાભાઈ તથા રબારી સાગરભાઈ દાનાભાઈએ ધોલ ધપાટ તથા ગડદાપાટુંનો માર માર્યો તેવા સમયે તેમની સાથે આવેલ રબારી મણીબેન લખમણભાઈએ ઉશ્કેરાઈ ભૂંડી ગાળો આપી હતી. ત્યારે દૂધ ઉત્પાદક સહકારી મંડળીનાં મંત્રી ગંગારામભાઈ રૂપાભાઈ પટેલે વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે વાવ પોલીસે સીસીટીવી ફુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News