ધાનેરાના રામપુરાછોટા ગામે જીવતા આખલાને મારનાર સામે ફરિયાદ નોંધાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-30 11:41:11
  • Views : 1372
  • Modified Date : 2020-04-30 11:41:11

ધાનેરા તાલુકાના
રામપુરાછોટા ગામે બુધવારના રોજ ગામના એક ખેડૂતે પોતાના ટ્રેકટરની પાછળ જીવીત આખલાને બાંધી ઢસડી જઇ મોતને ઘાટ ઉતારી જમીનમાં દાટી દેવામાં આવ્યો હતો અને આ બાબતે કેટલાક ફોટા અને વિડીયો વાયરલ થતાં હોહા મચી જવા પામ્યો હતો. આ બાબતે રામપુરાછોટા ગામના રહીશ કાછબાભાઇ
ભોપાભાઇ રબારીએ ધાનેરા પોલીસ મથકે જણાવેલ કે
પોતાની નજર સમક્ષ પોતાના ગામના ખેંગારભાઇ હાજાભાઇ પટેલે પોતાના ટ્રેકટરની પાછળ આખલાને બાંધી ઢસડી જાઇને તેને મોતને ઘાટ ઉતારી પોતાના જ ખેતરના સેઢે ટ્ઠજમીનમાં દાટી દેવાયો હોવાની ફરિયાદ ગુરુવારે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસ દ્વારા આ આખલાને બહાર કાઢવા માટે તજવિજ હાથ ધરવામાં આવેલ. આ આખલાના પોસ્ટમોટમ માટે વેટેનરી ડોક્ટરોની ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News