સે-૧૩ છાપરામાં ભાજપ ઉમેદવારને ફરિયાદ મળતા જ સમાધાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-04 11:41:01
  • Views : 309
  • Modified Date : 2021-04-04 11:41:01

શહેરમા મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી થઇ ગઇ છે. પ્રચાર અભિયાન શરૂ કરી દેવામાં આવ્યુ છે. ત્યારે ઉમેદવારોએ પ્રચારની પદ્ધતિ બદલી નાખી છે. જે ઉમેદવારોને મતદારો દ્વારા સમસ્યા કહેવામાં આવે છે તેને તાત્કાલિક અસરથી સમાધાન કરાવી દેવાય છે. ત્યારે મહાત્મા મંદિર વોર્ડ નંબર ૬મા આવેલા સેક્ટર ૧૩ છાપરામાં ભાજપના ભાવનાબા ગોલ પ્રચાર કરવા ગયા હતા. તે દરમિયાન મતદારોએ ગટરની ફરિયાદ  કરતા તાત્કાલિક ફરિયાદનુ સમાધાન કરાવી દેવામાં આવ્યુ હતંુ.
મહાત્મા મંદિર વોર્ડમાં આવતા સેક્ટર ૧૩ છાપરામાં અનેક સમસ્યાઓ જાેવા મળી રહી છે. મતદારો ઉમેદવારોને ફરિયાદ કરી રહ્યા છે. ત્યારે પાંચ વર્ષથી સમસ્યાઓનુ સમાધાન થતુ ન હતુ. ત્યારે  શનિવારે વોર્ડ ૬મા ભાજપના ઉમેદવાર ભાવનાબાના પતિ વિક્રમસિંહ ગોલને મતદારોએ ગટર ઉભરાવવાની ફરિયાદ કરી હતી. જેને લઇને વિક્રમસિંહે સ્થળ ઉપર પહોંચી ડ્રેનેજની સમસ્યાને તાત્કાલિક દુર કરાવી હતી. જેને લઇને મતદારો પણ ખૂશ થઇ ગયા હતા.
આ બાબતે વિક્રમસિંહ ગોલએ કહ્યુ હતુ કે, સેક્ટર ૧૩ છાપરાના આગેવાનો દ્વારા મને ગટર સહિતની ફરિયાદ કરવામાં આવી હતી. તેમની રજૂઆત છતા સમસ્યાનુ સમાધાન થતુ ન હતુ. જેને લઇને ગટરનુ પાણી બહાર આવે તો ગંદકી સહિત મચ્છરજન્ય રોગચાળો ફેલાઇ શકે છે. પ્રાથમિકતા આપી તેનંુ સમાધાન લાવવામાં આવ્યુ હતુ. આગામી સમયમાં તેમની તમામ સમસ્યાને દુર કરવામાં આવશે. ઉલ્લેખનિય છેકે, આપ દ્વારા
પણ આ જ પ્રકારની રણનીતિ અપનાવવામાં આવી રહી છે. ફરિયાદોનુ સ્થળ ઉપર નિરાકરણ લાવવામાં આવે છે. જેને લઇને હવે આ જંગ જામતો જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News