ધાનેરાના સિમેન્ટના વેપારી સાથે ઠગાઇ કરનાર અમદાવાદના ઇસમ સામે ફરિયાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 11:24:13
  • Views : 968
  • Modified Date : 2019-08-31 11:24:13

ધાનેરા ખાતે આવેલ દોલતરામ સેલ્સ કોર્પોરેશન નામની પેઠીમાં અમદાવાદથી  ફોન કરી ઓર્ડરથી સિમેન્ટની ગાડી મંગાવી વાલેર ગામે ચાલતી સાઇડ ઉપર ઉતરાવી ચેક પાર્ટીના ખાતામાં નાંખી બીજી ગાડી મંગાવી બીજા દિવસનો વાયદો કરી ૩.૨૮ લાખનો સિમેન્ટ ઉતરાવી લીધેલ. ત્યારબાદ ચેક રીટર્ન થતાં તેમજ બીજા દિવસે બીજી ગાડીના રૂપિયાના આપતા અમદાવાદના ડો. જયેશ નામના ઇસમ સામે ધાનેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ધાનેરા
પોલીસે તપાસ હાથ ધરી છે.
 સો વાદી અને એક અમદાવાદી તે કહેવત સાચી
પડતી લાગે છે. ધાનેરા ખાતે આવેલ દોલતરામ સેલ્સ
કોર્પોરેશનના માલીક ધીરજભાઇ ખત્રી સિમેન્ટનો વર્ષોથી ધંધો કરે છે અને ધાનેરામાં સારૂ એવુ નામ પણ ધરાવે છે. તેઓ તા. ૨૮ જુન ૨૦૧૯ ના રોજ પોતાની ઓફિસે હતા. ત્યારે અમદાવાદ થી ડો. જયેશભાઇના નામના ઇસમનો ફોન આવેલ અને ધાનેરા તાલુકાના વાલેર ગામે સાઇડ ચાલતી હોવાથી ત્યાં સિમેન્ટની જરૂરીયાત હોવાથી અલ્ટ્રાટેક સિમેન્ટનો ભાવતાલ
પુછેલ અને ભાવ સેટ થતાં તેઓએ એક ગાડી સિમેન્ટ એટલે ૪૪૦ બોરી સિમેન્ટનો ઓર્ડર આપેલ. જેથી ધીરજભાઇ ખત્રીએ તેઓને પેમેન્ટ બાબતે વાત કરતાં તેઓએ કહેલ કે તમારો બેંક એકાઉન્ટ નંબર આપો તેમાં ચેક જમા કરાવી દઉ છુ. જેથી દુકાનદારે બેંક ખાતાનો નંબર આપતા ૧,૫૮,૪૦૦ નો ચેક બેંકના ખાતામાં જમા
કરાવીને તેની પાવતી પણ વ્હોટ્‌સપમાં મોકલી અપાતાં દુકાનદારે સિમેન્ટની ગાડી પોતે બતાવેલ જગ્યા ઉપર ઉતારી દિધેલ જે બાબતે ડો. જયેશભાઇને જાણ કરેલ જેથી જયેશભાઇએ ફરી બીજી ૫૦૦ થેલી સિમેન્ટની જરુર છે અને તે દિવસે બેંક સમય પુરો થઇ ગયેલ છે અને બીજા દિવસે રવિવાર હોવાથી સોમવારે તેના રૂપિયા ૧.૭૦ લાખ બેંકમાં જમા કરાવી દેશે તેવુ કહ્યુ અને અગાઉ ચેક જમા કરાવતા દુકાનદારને વિશ્વાસ આવી જતાં બીજી ૫૦૦ થેલી સિમેન્ટ ઉતારેલ અને સોમવાર થતાં તે પેમેન્ટની ઉઘરાણી કરે તે પહેલા અગાઉ નંખાવેલ ચેક રીટર્ન થયેલનો મેસેજ આવતા દુકાનદારે પાર્ટીને ફોન કરેલ. પરંતુ વ્યવસ્થીત જવાબ આપેલ નહી અને તેમને અવારનવાર ફોન કરતાં ગલ્લા તલ્લા કરાવા લાગેલ. જેથી ધીરજભાઇ ખત્રી તેમના માણસ સાથે અમદાવાદ જઇ બેંક એકાઉન્ટ પ્રમાણે સરનામાની ખાતરી કરતાં તે બેંક એકાઉન્ટનું નામ હેતલ વિનોદરાય ભાટી ઉર્ફે ડા. જયેશ રહે.એમ-૬૪/૪૦૩ પ્રગતીનગર, વંદના ટાવર પાસે, નારણપુરા અમદાવાદ હોવાનું જાણવ મળેલ અને ફોન ઉપર અવારનવાર ઉઘરાણી કરવા છતાં પેમેન્ટ ન આવતા ધીરજભાઇ ખત્રીએ પોલીસનો સહારો લીધો હતો. તેમની સામે ઠગાઇ કરનાર નામ હેતલ વિનોદરાય ભાટી ઉર્ફે ડા. જયેશ સામે ધાનેરા પોલીસ મથકે ૩,૨૮,૪૦૦ રૂપિયાની ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે

Download Our B K News Today App



Related News