ધાનેરાના મગરાવા ગામના આર્મી જવાનને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાઇ આપી : હજારોની સંખ્યામાં લોકો જોડાઈ શ્રદ્ધાંજલિ આપી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-01 12:11:48
  • Views : 332
  • Modified Date : 2021-11-01 12:11:48

 

આમ દિવાળીનું પર્વ લોકો માટે ખુશીઓ લઇ ને આવતું હોય છે પરંતુ દિવાળી પહેલા ધાનેરા તાલુકા ના મગરાવા ગામે માતમ છવાઈ જવા પામ્યો છે અને આખું ગામ હીબકે ચડ્યું છે બનાસકાંઠા જીલ્લા ના ધાનેરા તાલુકાના મગરાવા ગામના આર્મી જવાન ચૌધરી ભલાભાઈ નારણભાઈ નું ન્યુમોનિયાથી દુઃખદ અવસાન થવાથી આજે તેમના પાર્થિવ દેહને તેમના વતન મગરાવા  ખાતે લાવવામા આવ્યો હતો. સમયે સમગ્ર જિલ્લામાંથી અનેક મહાનુભાવો સાથે અંદાજે 50 હજાર થી વધુ ની ભારે જન મેદની ઉમટી પડી હતી લવારા પોલીસ ચોકી થી મગરાવા ગામ સુધી ભલાભાઈ ના પાર્થિવ દેહ સાથે યાત્રા સ્વરૂપે તેમના ઘરે લાવવામાં આવ્યો હતો.ત્યા તેમના પરિવાર જનોએ અંતિમ દર્શન કરીને વિધિવત રીતે ભાવભીની વિદાય આપી હતી ત્યાર બાદ તેમના

પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર માટે સમશાન ભુમી મા લાવવામાં આવ્યો હતો ત્યાં આર્મીના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર સાથે સલામી આપી હતી.. ત્યાર બાદ અનેક મહાનુભાવો ફુલહાર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.અંતે તમામ વિધિઓ પુરી થતાં ભલાભાઈના પાર્થિવ દેહને અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો હતો..આજે મગરાવા ગામના વતની આર્મી જવાન ભલાભાઈ નારણભાઈ ચૌધરીના પાર્થિવ દેહના અંતિમ દર્શનાર્થે ખુબજ બહોળી સંખ્યામાં દેશપ્રેમી જનતાએ હાજરી આપી શહીદ જવાનની શહીદીને બિરદાવી દેશપ્રેમના અનેરા દર્શન કરાવ્યા હતા. ગામના સરપંચ દ્વારા સ્મશાન ભૂમિ માં 24 પીપળા વાવી તેનું જતન કરવાની ખાતરી આપી હતી

 

Download Our B K News Today App



Related News