ડીસા DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેમ-6ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 11:00:44
  • Views : 239
  • Modified Date : 2022-04-23 11:00:44

ડીસા DNP આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સેમ-6ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

 

ડીસા ખાતે કાર્યરત ડીએનપી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અભ્યાસ કરતા સેમેસ્ટર ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો.

 

ડીસા ખાતે કાર્યરત d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આજે સેમેસ્ટર સિક્સ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો હતો. આજે યોજાયેલા સેમેસ્ટર સેમ-6ના વિદાય સમારંભમાં કોલેજ પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.ખાસ કરીને ડીસાની d.n.p. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ સેમેસ્ટર-1 થી  સેમ-6 સુધી શિક્ષકો પાસેથી મેળવેલ જ્ઞાન અને કોલેજની યાદો શિક્ષકો અને વિદ્યાર્થીઓ સમક્ષ રજુ કરી હતી.આજે સેમ-6ના વિદાય પ્રસંગે વિદાય લઈ રહેલા વિધાર્થીઓ અને શિક્ષકો પણ ભાવુક બન્યા હતા.અને ત્રણ વર્ષ સુધી પોતાના શિક્ષકો પાસેથી મેળવેલ જ્ઞાનને યાદ કરી શિક્ષકોનો આભાર વ્યક્ત કર્યો હતો.આજે યોનાયેલ વિદાય સમારંભમાં મોટી સંખ્યમાં વિધાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

 

Download Our B K News Today App



Related News