ડીસા આસેડા ગામે આવેલ PHC પર F.H.S ફરજ બજાવતા રોશનીબેન દેસાઈનો વિદાય સમારંભ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-12 12:07:18
  • Views : 256
  • Modified Date : 2022-03-12 12:07:18

ડીસા આસેડા ગામે આવેલ PHC પર F.H.S ફરજ બજાવતા  રોશનીબેન દેસાઈનો વિદાય સમારંભ યોજાયો

 

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ PHC સેન્ટર પર છેલ્લા ઘણા સમયથી F.H.Sમાં ફરજ બજાવતા રોશનીબેન દેસાઈનો આજે વિદાય સમારંભ યોજાયો હતો.આસેડા ગામે આવેલ PHC સેન્ટર પર રોજના અનેક દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે.ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં હવે આરોગ્ય વિભાગ દ્વારા તમામ દર્દીઓને સમયસર સારવાર મળી રહે તે માટે PHC અને CHC સેન્ટરો બનાવવામાં આવ્યા છે.જેના કારણે હવે ગ્રામીણ વિસ્તારના લોકો ખાનગી હોસ્પિટલોમાં જવાના બદલે સરકારી હોસ્પિટલ તરફ વળ્યા છે.જે અંતર્ગત ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ PHC સેન્ટર પર ફરજ બજાવતા રોશનીબેન દેસાઈ પણ FHSમાં ફરજ બજાવી અનેક દર્દીઓને સારવાર અપાવવામાં મદદરૂપ બન્યા હતા.લાંબા સમય સુધી FHSમાં સારી કામગીરી કરતા આરોગ્ય વિભાગ દ્વારા તેમની THVમાં નિમણૂક કરી છે.જેથી આજે તેમનો આસેડા PHC સેન્ટર પર વિદાય સમારંભ યોજાતા આરોગ્ય કર્મચારી અને ગ્રામજનોએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.

Download Our B K News Today App



Related News