જુની ભીલડી પ્રાથમિક શાળામાં 1 શિક્ષક અને 2 શિક્ષિકાનો વિદાય સમારંભ યોજાયો હતો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:42:22
  • Views : 194
  • Modified Date : 2022-04-14 15:42:22

 

ડીસા તાલુકાના જુનીભીલડી પ્રાથમિક શાળામાં વય નિવૃત થતાં શિક્ષકા રાઈબેન બાબુભાઈ પટેલ, તથા સવિતાબેન ભગવાનદાસ પટેલ, તેમજ શિક્ષક છોગાભાઈ પુરોહિત વય નિવૃત થતાં શાળા પરિવાર દ્વારા વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. ડીસા તાલુકાના ભીલડી ખાતે આવેલ પ્રાથમિક શાળામાં છેલ્લા ઘણા વર્ષથી ફરજ બજાવતા ત્રણ શિક્ષકો દ્વારા શાળામાં અભ્યાસ કરતા બાળકોને જ્ઞાનરૂપી શિક્ષણ પૂરું પાડ્યું હતું.જેના કારણે આજે અનેક બાળકો ભીલડી પ્રાથમિક શાળામાંથી શિક્ષણ મેળવી આગળ વધ્યા છે. ત્યારે આજે ત્રણેય શિક્ષકોને ભીલડી પ્રાથમિક શાળા ખાતે વિદાય સમારંભ યોજાતા  ભીલડીના રાજકીય આગેવાનો, ગામનાં સરપંચ, ડેલીકેટ, ગામનાં આગેવાનો, આચાર્ય તેમજ શિક્ષક સ્ટાફ ગણ, વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.જુનીભીલડી પ્રાથમિક શાળા પરિવાર દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનાં અંતે વિદાય લેનાર શિક્ષકો દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી અને સૌએ સમૂહ ભોજન લીધું હતું....

Download Our B K News Today App



Related News