લાખણીના આગથળા ગામની સીમમાંથી ગળેફાંસો ખાધેલી હાલતમાં યુવાનનો મૃતદેહ મળ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-26 11:42:16
  • Views : 690
  • Modified Date : 2019-06-26 11:42:16

આગથળા ગામની સીમમાંથી વરખડાના વૃક્ષ નીચે ગામના આશાસ્પદ યુવાનની ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવી હતી. જેની જાણ થતાં તાત્કાલિક ધોરણે સારવાર અર્થે લઈ જવામાં આવ્યો હતો અને રસ્તામાં તેનું મોત થયું હતું.
 લાખણી તાલુકાના આગથળા ગામના શૈલેષભાઇ સૂબાભાઈ ઠાકોર (ઉંમર વર્ષ- ૧૭ અંદાજે) જેઓ વિરુદ્ધ થોડા સમય અગાઉ અપહરણનો ગુનો દાખલ થયો હતો અને જેને લઈને આ યુવાન ફરાર રહેતો હતો અને માનસિક તણાવમાં રહેતો હતો. સોમવારની સાંજે તેના ઘરે આવ્યો હતો અને મંગળવારની સવારે વહેલા કુદરતી હાજતે ગયો હતો.  ઘણા સમય સુધી પરત ન આવ્યો ત્યાર પછી તેની ભાભી કુદરતી હાજતે ગયા તો તેમણે નજીકના વરખડીના ઝાડ નીચે શૈલેષને લટકતો જોયો તો તેણે બુમાબુમ કરતાં ઘરના બધા આવી ગયા અને તાત્કાલિક નીચે ઉતારી પ્રાઇવેટ ગાડીમાં દવાખાને લઈ ગયા ત્યારે રસ્તામાં જ તેનું મોત થયું હતું. ત્યારબાદ તેને પી.એમ. માટે લાખણી સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા હતા અને પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News