15 વર્ષથી ભારતીય ટીમને ચીઅર કરનાર ફેનનું અનોખું સમર્પણ, બોડી પર 6 કલાકની મહેનતે ચિત્રાવે છે તિરંગો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-24 13:39:55
  • Views : 304
  • Modified Date : 2021-02-24 13:39:55

    અંતે એ દિવસ આવી જ ગયો, જ્યારે અમદાવાદ‌માં આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરામાં 6 વર્ષ પછી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેચ રમાશે. આ મેચ પૂર્વે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. મોટેરા સ્ટેડિયમમાં બેઠક વ્યવસ્થા કુલ 1 લાખ 32 હજાર છે, પણ કોરોનાકાળને લીધે સ્ટેડિયમમાં કુલ 50 ટકા એટલે કે 60 હજારથી વધુ દર્શકો મેચનો લાભ લઈ શકશે.


    નવનિર્મિત વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરામાં મેચ રમાઇ રહી છે, ત્યારે ખેલાડીઓ ઉપરાંત તેમના ફેન્સમાં પણ અતિઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 15 વર્ષથી ટીમ ઈન્ડિયાને ચીઅર કરતા રામબાબુ સાથે વાતચીતમાં રામબાબુ જે તેમના શરીર પર તિરંગો ચિત્રાવે છે તેના વિશેની વાત કરતાની સાથે તેમણે ભારતીય ક્રિકેટ ટીમ અને મહેન્દ્ર સિંહ સાથે જોડાયેલા પોતાના સ્મરણો વાગોળ્યા હતા. રામબાબુએ તેમના હાથ પર મહેન્દ્ર સિંહ ધોનીના ચહેરાનું ટેટુ પણ દોરાવ્યુ છે અને તેમના હાથમાં M.S.DHONI લખેલુ ટેટુ પણ જોવા મળે છે.

    રામબાબુએ તેમના શરીર પર કરવામાં આવેલા પેઇન્ટિંગ અંગે કહ્યું કે, જ્યારે મેચ હોય ત્યારે વહેલી સવારે તેઓ 4-5 વાગે ઊઠીને બોડી પર ખાસ પ્રકારના કેમિકલ લગાવીને પેઈન્ટિંગ કરે છે. આ પ્રક્રિયામાં તેમને કુલ 5 થી 6 કલાક કરતાં પણ વધારે સમય લાગે છે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ચાલુ મેચ દરમિયાન શિયાળો હોય કે ઉનાળો સતત ખુલ્લા શરીરે તેઓ મેચ જોવા આવી રીતે જ આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ઉનાળમાં શરીર પર પેઇન્ટિંગ કરેલું હોવાથી તેમની ચામડીને પણ ઘણું નુકસાન પહોંચતુ હોય છે, છતાં તેઓ ટીમને ચીઅર કરવા માટે આવે છે. રામબાબુનો ભારતીય ટીમને ચીઅર કરવાનો જુસ્સો હંમેશા વધુને વધુ જ રહે છે.


    અત્યારે સ્ટેડિયમની બહાર દર્શકોની ભીડ ઉમટી જવા પામી છે. તેવામાં સવારથી મહેનત કરીને પોતાના બોડી પર પેઈન્ટ કર્યા પછી રામબાબુ પણ આ ઐતિહાસીક મેચનો ભાગ બનવા સ્ટેડિયમે પહોંચી ગયા છે. તેઓ સ્ટેડિયમમાં બહાર ભારતની ટીમને ચીઅર કરવા માટે પોતાના હાથમાં તિરંગો લઈને હવામાં લહેરાવતા નજરે આવ્યા છે. તેમનો ક્રિકેટનો ઉત્સાહ અનેરો જ છે, જેના કારણે જ લગભગ ભારતની મોટાભાગની મેચમાં તે ટીમને ચીઅર કરવા માટે પહોંચી જાય છે.


Download Our B K News Today App



Related News