દાદીની અંતિમ ક્રિયા માટે બે દિવસ જેલમાંથી છૂટેલો નામચીન ચિરાગ ફરાર થઈ જતા પકડાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-11 17:11:28
  • Views : 35
  • Modified Date : 2025-03-11 17:11:28

વડોદરાના મંગળ બજાર વિસ્તારમાં ધાક જમાવનાર ચિરાગ પંડ્યા ખૂન કેસમાં બે દિવસ માટે જેલમાંથી છૂટ્યા બાદ ફરાર થઈ જતા પોલીસે તેને ઝડપી પાડ્યો છે.

મંગળ બજારના વિસુધા એપાર્ટમેન્ટમાં રહેતા ચિરાગ અશોકભાઈ પંડ્યાને સીટી પોલીસ સ્ટેશન વિસ્તારના ખૂન કેસમાં સુરતની લાજપોર જેલમાં મોકલવામાં આવ્યો હતો. તેની દાદીનું અવસાન થતાં ગઈ તા 26 ફેબ્રુઆરીએ બે દિવસ માટે તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

28 તારીખે ચિરાગ જેલમાં હાજર નહીં થતાં જેલ સત્તાધીશોએ પોલીસને પત્ર લખી જાણ કરી હતી. જેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે વોચ રાખી મંગળ બજાર વિસ્તારમાંથી ચિરાગને ઝડપી પાડ્યો હતો. પોલીસના મુજબ, ચિરાગ સામે ખૂન, ખૂનનો પ્રયાસ, ખંડણી, રાઇટ જેવા 20 થી વધુ કેસ નોંધાયેલા છે.

Download Our B K News Today App



Related News