ડીસા નગરપાલિકા પાસે પ્રાઇવેટ બસની ટક્કરે બાઈક પર સવાર પરિવાર ઘવાયો : પોલીસ તમાશબીન બની જોતી રહયી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-11 12:02:23
  • Views : 1663
  • Modified Date : 2021-08-11 12:02:23

     ડીસા શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઈ છે આ સમસ્યાથી દૂર કરવા માટે ડીસામાં એ એલીવેટેડ બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા શહેરી વિસ્તારમાં રોજેરોજ ટ્રાફિક માથાના દુખાવા સમાન બની રહ્યું છે જેનું કારણ છે બજારમાં ઉભી રહેતી ખાનગી લક્ઝરી ડીસા નગરપાલિકા વિસ્તારની સામે છેલ્લા ઘણા સમયથી ખાનગી લક્ઝરી વાળા પૈસા કમાવાની લ્હાયમાં રોડની વચ્ચોવચ એ લક્ઝરી ઉભી કરી દેતા હોય છે જેના કારણે સાંજના સમયે નગરપાલિકા ની સામે ભારે ટ્રાફિક સમસ્યા સર્જાય છે. આ બાબતે અહીંના સ્થાનિક લોકો દ્વારા આ લક્ઝરી અહીંથી અટકાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ પોલીસને જાણે આ લક્ઝરી દેખાતી જ ન હોય તેઓ સ્પષ્ટ માની શકાય તેમ છે લક્ઝરી ના કારણે પોલીસની ગાડી પણ ટ્રાફિક માં ફસાઈ જાય છે તેમ છતાં પોલીસ કર્મચારીઓ લક્ઝરી હટાવવા ગાડીમાંથી નીચે નથી ઊતરતા જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે ડીસા શહેરના નગરપાલિકા સામે ઊભેલી પ્રાઇવેટ લક્ઝરી એ અહીંથી પસાર થતાં બાઈક ચાલકને ટક્કર મારતા બાઈક પર સવાર ત્રણ લોકો રોડ પર પટકાયા હતા અને તેઓને નાની મોટી ઇજાઓ થઇ હતી પરંતુ મહત્વની વાત એ છે કે લક્ઝરી ડ્રાઈવરની ભૂલ હોવા છતાં સ્થાનિક લોકો દ્વારા લક્ઝરી ચાલકને સમજાવવા જતા લકઝરી ચાલક ઉશ્કેરાઈ ગયો હતો અને લક્ઝરીમાં પડેલ લાકડી લઈને બાઈક પર સવાર પરિવારને મારવા પર ઉતરી આવ્યો હતો પરંતુ લાકડી વડે લક્ઝરી ચાલક હુમલો કરે તે પહેલા સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા અને લકઝરી ચાલકને હાથમાંથી લાકડી લઇ ગાડી માં મૂકી હતી આ ઘટનાના પગલે ટ્રાફિક સર્જાયું હતું અને ટ્રાફિકમાં પોલીસની ગાડી ફસાઈ હોવા છતાં પણ એક પણ કર્મચારી ગાડીમાંથી નીચે ઊતર્યો નહોતો અને માત્ર તમાશો જોતી રહી હતી ત્યારે આ અંગે પોલીસ અધિક્ષક દ્વારા તાત્કાલિક ધોરણે આવા બસ ચાલકો સામે કડક કાર્યવાહી કરે તો વારંવાર સર્જાતી ટ્રાફિક સમસ્યા માંથી મુક્તિ મળી શકે તેમ છે.

Download Our B K News Today App



Related News