ડીસાના સાત વિદ્યાર્થીઓ યુક્રેન રોમાનિયા બોર્ડરથી દિલ્હી પરત ફરતા પરિવારમાં ખુશી : BJP કાર્યકર્તાઓએ પરિવારની મુલાકાત લીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-04 13:56:29
  • Views : 305
  • Modified Date : 2022-03-04 13:56:29

ડીસાના સાત વિદ્યાર્થીઓ યુક્રેન રોમાનિયા બોર્ડરથી દિલ્હી પરત ફરતા પરિવારમાં ખુશી : BJP કાર્યકર્તાઓએ પરિવારની મુલાકાત લીધી

સમગ્ર વિશ્વમાં હાલ રસિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈ અનેક ચર્ચાઓ થઈ રહી છે.રશિયા દ્વારા છેલ્લા 8 દિવસથી યુક્રેન પર હુમલો કરવામાં આવી રહ્યો છે આ હુમલામાં અત્યાર સુધી રશિયાએ યુક્રેનમાં  અનેક શાળાઓ, કોલેજો હોસ્પિટલો અને રહેણાંક મકાનોને બૉમ્બબારી કરી ધ્વસ્ત કરી દીધા છે.ત્યારે ભારત દેશમાંથી અભ્યાસ અર્થે ગયેલા વિદ્યાર્થીઓને લઈ પરિવારોમાં ચિતા જોવા મળી રહી છે. અને પોતાના બાળકો સુરક્ષિત પોતાના વતનમાં પહોંચે તે માટે સરકારને રજુઆત કરવામાં આવી રહી છે કેન્દ્ર સરકાર દ્વારા પણ ભારત દેશ થી અભ્યાસ અર્થે યુક્રેન ગયેલા વિદ્યાર્થીઓને હાલ સુરક્ષિત પોતાના વતન મોકલવામાં આવી રહ્યા છે ત્યારે ડીસાના સાત વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે યુક્રેન ગયા હતા. તેવામાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલાને લઇ વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતા જોવા મળી હતી. અને પરિવાર દ્વારા આ સાત વિદ્યાર્થીઓને સુરક્ષિત પોતાના વતન લાવવામાં આવે તે માટે સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી જે બાદ આ સાત વિદ્યાર્થીઓ યુક્રેન રોમાનિયા બોર્ડરથી દિલ્હી પહોંચ્યા હતા જેથી પોતાના બાળકોને લઇ પરિવારમાં ખુશી જોવા મળી હતી આ સાથે વિદ્યાર્થીઓ આજે દિલ્હી પહોચતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિદ્યાર્થીઓના પરિવારની મુલાકાત લેવામાં આવી હતી. જેમાં ડીસા નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર ડીસા શહેર પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ જગદીશ ભાઈ મોદી પ્રશાંતભાઈ ભાટી નયનાબેન સોલંકી પટેલ વર્ષાબેન પટેલ સહિત ડીસા નગરસેવકોએ વિદ્યાર્થીઓના પરિવારની મુલાકાત લઇ તેમને સાંત્વના આપી હતી. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સતત પ્રયત્નો થી આજે રશિયા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે ફસાયેલા વિદ્યાર્થીઓ સુરક્ષિત પોતાના વતન પહોંચી ગયા છે ત્યારે ડીસાના સાત વિદ્યાર્થીઓ યુક્રેનથી વતન વાપસી માટે ના ફોન પર સમાચાર મળતાની સાથે જ પરિવારમાં ખુશી છવાઇ હતી.

Download Our B K News Today App



Related News