ડીસામાં પ્રેમ લગ્ન કરનાર પુત્રીના ઘર પર પરિવારનો હુમલો,ઘરમાં તોડફોડ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-09-14 11:39:56
  • Views : 1410
  • Modified Date : 2021-09-14 11:39:56

     ડીસામાં એક યુવતીને પ્રેમ લગ્ન કરવાની મોટી સજા મળી છે ડીસા શહેરના હાઇવે વિસ્તારમાં આવેલી અમૃતનગર સોસાયટીમાં રહેતા માળી પરિવાર પર આજે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે.. અને આ હુમલાનું કારણ આ પરિવારના મેહુલ માળીએ કરેલા પ્રેમલગ્ન છે... મેહુલ માળીએ એક વર્ષ પહેલા ડીસાની આશાપુરી સોસાયટીમાં રહેતી રીંકું નામની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા.. આ પ્રેમ લગ્નથી યુવતીનો પરિવાર નાખુશ હતો અને અવરણવાર યુવતીને પરત પિયર આવવા માટે દબાણ કરી રહ્યો હતો.. પરંતુ યુવતી તેના પિયરિયાના વશ ના થતાં આજે આ રીંકું નામની આ યુવતી માતા શિલ્પા બેન અને તેના પિતા રમેશભાઈ દરજી વીસથી વધુ લોકો સાથે આ માળી પર હુમલો કરવા પહોંચી ગયા હતા અને અમૃતનગરમાં રહેતા આ પરિવારના લગભગ પંદર લોકોને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડીને ફરાર થઈ ગયા હતા.. આ ઘટનાને પગલે આસપાસના લોકો પોન મોટી સંખ્યામાં ઘટનાસ્થળ પર એકત્રિત થઈ ગયા હતા.. બાદમાં આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડયા હતા.. આ હુમલામાં રીંકુના દાદી સાસુ અને દાદા સસરા પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.. આ ઉપરાંત પરિવારના અન્ય સભ્યોને પણ ઇજાઓ પહોંચી હોવાથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ હુમલો કેમ થયો તે અંગ ભોગ બનનાર રીંકુએ વધુ વિગતો આપી હતી..

આ ઘટના બનતા શહેરના અમૃતનગર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી અને ઘટનાસ્થળ પર પોલીસ પણ તાત્કાલિક પહોંચી ગઈ હતી.. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચે તે પહેલા હુમલો કરવા આવેલા હુમલાખોરો ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.. અને બાદમાં ઇજાગ્રસ્તોને પોલીસે ખાનગી વાહનો મારફત સારવાર માટે ખસેડીને આ ઘટનાની પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News