ખ્યાતિ કાંડઃ કાર્તિક પટેલની નફ્ફટાઈ- કહ્યુંઃ લાંબો સમય જેલમાં જ રહેવાની તૈયારી સાથે પરત ફર્યો છું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-02 17:02:55
  • Views : 45
  • Modified Date : 2025-02-02 17:02:55

ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલ કાંડનો આરોપી રાહુલ જૈન હાલ જેલમાં છે અને તેને જેલની બહાર નીકળવું છે તેને માટે તેણે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન અરજી કરી છે, તપાસમાં સહકાર આપવાની બાંહેધરી સાથે આ અરજી કરવામાં આવી છે. રાહુલ જૈન ગ્રામ્ય વિસ્તારના તબીબનો સંપર્ક કરીને કેમ્પ યોજતો અને દર્દીઓને હોસ્પિટલ લાવતો હતો, વર્ષ 2022-24માં 71.80 લાખ ગેરરીતિથી મેળવ્યાનો આરોપ રાહુલ જૈન પર છે. ક્રાઇમ બ્રાન્ચ હાલમાં હોસ્પિટલ કાંડ કેસની તપાસ કરી રહી છે. હાલમાં આ કેસમાં સંડોવાયેલા લગભગ તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે.

કાર્તિક પટેલે શું કહ્યું?

કાર્તિક પટેલે કહ્યું કે, હૉસ્પિટલમાં નુકસાન બતાવી રુપિયા કમાવવા ગોરખધંધો કરવામાં આવતો હતો. હું લાંબો સમય જેલમાં રહેવાની તૈયારી સાથે જ પરત ફર્યો છું. કાર્તિક પટેલ વિરુદ્ધ કુલ 7 ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે અને દર્દીઓના મૃત્યુ મામલે વસ્ત્રાપુરમાં 3 ફરિયાદ નોંધાઈ છે. જેમાં PMJAYના કાર્ડ બનાવવા અંગે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ નોંધાઈ છે. ઉપરાંત ઘરમાંથી મળી આવેલા દારૂ અંગે ફરિયાદ નોંધાઈ હતી. EDએ કાર્તિક પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. તેમજ મુંબઈમાં જમીન દલાલ સાથે છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાઈ હતી,પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે. ઉપરાંત કંપનીના 18 વ્યવહારો અંગે ઈડીની તપાસ ચાલતી હોવાની કબૂલાત કરી હતી.

Download Our B K News Today App



Related News