સરહદી વિસ્તારમાં થયેલ નુકસાનનું સ્પેશ્યલ પેકેજ ફાળવવાની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-16 12:12:13
  • Views : 511
  • Modified Date : 2019-11-16 12:12:13

ઉત્તર ગુજરાતમાં બે દિવસથી હવામાનમાં પલ્ટો આવ્યો હતો જેને લઈને બનાસકાંઠા જિલ્લાનાં સરહદી ઢીમા, વાવ, થરાદ, સુઈગામ પંથકમાં બુધવારે સાંજે બરફ વર્ષા થઈ હતી. તો વળી ગુરૂવારે સાંજે ભારે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડા અને ભારે પવન સાથે વરસી રહેલ વરસાદને કારણે એરંડાનો પાક અને બાજરી, જુવાર જેવા પાક આડા પડી ગયા હતા.  તો વળી કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. સરહદી ત્રણ તાલુકામાં જીરાના પાકનું મબલક
ઉત્પાદન થાય છે. જે ચાલુ વર્ષે ઉત્પાદન પણ ઓછું થાય તો નવાઈ નહિ. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરહદી પંથકમાં થયેલ નુકસાનને લઈને સ્પેશ્યલ પેકેજ ફાળવે તેવી માંગણી ખેડૂતોએ કરી હતી. તો વળી દિવાળી પર થયેલ નુકસાનનું વળતર વીમા કંપનીઓ દ્વારા આજદિન સુધી આપ્યું જ નથી. ત્યારે સત્વરે ખેડૂતોને વીમા
કંપનીઓ દ્વારા વળતર આપવામાં આવે નહિતર ખેડૂતો દ્વારા ઉગ્રઆંદોલન કરવામાં આવશે, તેવું કિસાન ક્રાંતિ સંઘ દ્વારા આવેદનપત્ર જણાવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં એકબાજુ રાજ્ય સરકાર દ્વારા ૭૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, દવાઓ સહિત ખેડ ખાતર કે ડીઝલ
પંપ માટે ડિઝલનો ખર્ચ કર્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા
રૂ ૧૩૫૦૦ આપવાની જાહેરાત કરવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે અને આ વળતર વધારવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે સત્વરે સરહદી પંથકમાં થયેલ કમોસમી વરસાદને
પગલે નુકસાનનું સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવાય તે જરૂરી છે. તો વળી શિયાળુ સીઝન ચાલુ થઈ ગઈ હોવાં છતાં પણ વાવ તાલુકાની કેટલીય કેનાલોમાં સિંચાઈ માટે પાણી મળતું નથી અને જ્યાં સિંચાઈ માટે પાણી છોડવામાં આવ્યું હતું તેવી કેનાલોમાં ગાબડાઓથી ખેતરોમાં જળબંબાકાર સર્જાયો છે. ત્યારે ખેડૂતોના ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું. ત્યારે કેનાલોમાં પણ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. આવા અધિકારીઓ અને કોન્ટ્રાકટરો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.


Download Our B K News Today App



Related News