સિવિલમાં માનીતી સફાઈ એજન્સીને ટેન્ડર ફાળવવા નિયમો બનાવ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 11:46:42
  • Views : 328
  • Modified Date : 2020-12-04 11:46:42

ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં સફાઈ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પરંતુ ટેન્ડર માહિતી એજન્સીને ફાળવવામાં આવે તે પ્રકારના નિયમો બનાવવામાં આવ્યા હોય તેવી ચર્ચા સાંભળવા મળી રહે છે. એક જ એજન્સી દ્વારા અલગ-અલગ કંપની બનાવીને ટેન્ડર ભરવામાં આવ્યા હોય તેવું પણ સામે આવી રહ્યું છે. પરિણામે એજન્સીનું પાટીયુ બદલા પરંતુ મલાઈ તો એક જ વ્યક્તિ પાસે જાય તે પ્રમાણેનો સમગ્ર કારસો રચવામાં આવ્યો છે.
સરકારમાં મોટાભાગની કામગીરીનું ખાનગીકરણ કરવામાં આવ્યું છે. કોન્ટ્રાક્ટ પ્રથા હેઠળ પોતાના જ માનીતાઓને ટેન્ડર ફાળવીને લાખો રૂપિયાની મલાઈ તારવવામાં આવતી હોય છે. ત્યારે ગાંધીનગર સિવિલ
હોસ્પિટલમાં સફાઈની કામગીરી ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એજન્સીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. પરંતુ ટેન્ડર માટે બનાવવામાં આવેલા ૨૦ કરતા વધુ નિયમોમાં ૩ જેટલા નિયમો માનીતી એજન્સી માટે જ બનાવવામાં હોય તેવું સાંભળવા મળી રહ્યું છે.
સિવિલ તંત્ર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે, તેમાં વેલીડ લાયસન્સ નંબરમાં ઓછામાં ઓછા ૫૦૦ કર્મચારીનું હોવું જોઈએ તેવું જણાવવામાં આવ્યું છે. પરિણામે મોટાભાગની એજન્સીઓ ટેન્ડર મેળવવાની રેસમાંથી બહાર નીકળી જાય. બીજી તરફ લેબર વેલ્ફેર બોર્ડ રજિસ્ટ્રેશન પણ ૫૦૦ કર્મચારીનું હોવું જોઈએ. ત્રીજો નિયમ એવો બનાવવામાં આવ્યો છે કે વાર્ષિક ૧૦ કરોડનું ટર્નઓવર ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટનું પ્રમાણપત્ર માંગવામાં આવ્યું છે. આ નિયમ બનાવાયા છે તેને લઈને અન્ય એજન્સીઓના માલિકો કચવાટ કરવા લાગ્યા છે. જો આ જ પ્રકારના નિયમો બનાવવામાં આવે તો માત્ર ગણતરીની એજન્સી જ નોમિનેટ થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે કોઈપણ સરકારી સંસ્થા ટેન્ડર પ્રક્રિયા કરતી હોય ત્યારે તેમાં નાનામાં નાની એજન્સી પણ સામેલ થઇ શકે તે માટે એકસરખા નિયમો રાખવામાં આવતા હોય છે. પરંતુ જ્યારે તે નિયમોમાં ફેરફાર કરવામાં આવે ત્યારે નાના પાયે કામ કરતી એજન્સીઓ તે કામ મેળવી શકતી નથી. આવા નિયમો કયા કર્મચારીએ કોના માટે બનાવ્યા તે અન્ય એજન્સીઓ પણ વિચાર કરી રહી છે અને અંદરખાને કચવાટ શરૂ થઈ ગયો છે.

Download Our B K News Today App



Related News