ડીસા પંથકના ખાટા-મીઠા ફાલસાની ભારે માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-30 13:14:36
  • Views : 834
  • Modified Date : 2019-04-30 13:14:36

ઉનાળામાં બજારમાં દેખાતું અને મનને લલચાવતું રતુમડા દેખાવનું બોર જેવડા કદવાળું ફળ ફાલસા સહુ કોઈનું પ્રિય ફળ છે. આ ફળ ખાસ કરીને ઉનાળામાં એપ્રિલ માસમાં બજારમાં વેચાવવા આવે છે. વર્ષમાં એક જ વાર દેખાતા આ ફળના અનેકો ઉપયોગ આયુર્વેદ ઉપચારમાં જણાવ્યા છે. આયુર્વેદમાં ફાલસાને ઉત્તમ પૌષ્ટિક કહ્યો છે. ગ્રીષ્મ ઋતુનું તે પરમ હિતકારી રૂપ છે. ઠંડક આપનાર અને તદ્‌ન નિદોષ હોવાથી  તેનું સેવન અબાલ વૃધ્ધ સૌ કોઈ કરી શકે છે. ડીસામાં ફાલસાની આ વર્ષે સારી આવક થઈ છે પોષ્ટિક ફળોનું સેવન આપણા સ્વાસ્થ્યના શહેરીકરણને કારણે અનેક દેશી ફળોની ઉપલબ્ધતા ઓછી થઈ ગઈ છે. ફાલસા પણ એવું જ ફળ છે જે બજારમાં ભાગ્યે જ જાવા મળે છે શહેરમાં ઘણાં એવા લોકો હશે જે કદાચ આ ફળનું નામ પણ નહી સાંભળ્યું. હોય. ફાલસા મધ્યમ આકારનું ફળ છે જે શ્યામરંગનું હોય છે ફાલસામાં અનેક મિનરલ્સ અને પ્રમુખ રસાયણો  સમાયેલા છે. તેનું શરબત પીવાથી પાચન શÂક્તમાં વૃદ્ધિ થાય છે. ફાલસાનું વાસ્તવિક નામ છે  ગ્રેવિયા એશિયાટિકા. તે સ્વાદમાં ખાટા મીઠા હોય છે. બનાસકાંઠાના ડીસામાં પ્રગતિશીલ ખેડૂત હરીશભાઈ સૈની છેલ્લાં પંદર વર્ષથી વધુ સમયથી પોતાના ખેતરમાં પાંચ વિઘામાં ફાલસાના ફળનો૩૦૦૦થી વધુ વૃક્ષો વાવી  ફાલસાના ફળનો પાક મેલવી સારી કમાણી કરી રહ્યા છે.ડીસાથી માત્ર ૧૦ કિલોમીટર દૂર આવેલ પોતાના રસાણા હાઈવે પરના ફાર્મમાં ફાલસાના વૃક્ષો વાવ્યા છે. લગભગ ૩૦૦૦ જેટલા આ વૃક્ષોમાં ઉનાળામાં તેની ડાળીએ ડાળીએ રતુમડા કલરના બોર આકારના ફાલસાના ફળ આવે છે. આ ફાલસાના વૃક્ષો પરથી મજુરો દ્વારા સફળપૂર્વક વીણી વીણીને છાબડીમાં ભરે છે. જેના ૫૦૦ ગ્રામ કે એક કિલોના પેકીંગ બનાવી તે તેનું વેચાણ કરાય છે. ફાલસા ગુજરાતીઓનું પ્રિય ફળ છે તેથી તેની અમદાવાદ, સુરત, વડોદરા, નવસારી, પુના અને મુંબઈમાં નિકાલ કરાય છે. વિદેશમાં વસતા ગુજરાતીઓ પણ ડીસાના ફાલસાની માંગ વધુ રહેતા સગાવાલા સાથે મંગાવતા હોય છે. જેથી ફાલસાની માંગ વધુ રહેતા તેમની મબલખ કમાણી પણ થાય છે.   


Download Our B K News Today App



Related News