લોકડાઉનમાં અબોલ પશુ પક્ષીઓ માટે અપાય છે ફળ અને અનાજ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-02 12:18:48
  • Views : 433
  • Modified Date : 2020-05-02 12:18:48

હાલમાં સમગ્ર ભારત દેશમાં કોરોના વાયરસને લઈને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે માનવ જીવનની સાથોસાથ પશુ-પક્ષીઓની પણ હાલત કફોડી બની છે. ત્યારે આવા સમયે ડીસાના સિંધી સમાજ દ્વારા બાલારામના જંગલોમાં જઈ પશુ-પક્ષીઓને ફળ અને અનાજ ખવડાવવામાં આવ્યું હતું.
અત્યારે સમગ્ર દેશમાં લોકડાઉન ચાલી રહ્યુ છે જેના કારણે ધંધા રોજગાર ની સાથે સાથે ધાર્મિક સ્થળો પણ બંધ હાલતમાં છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં આવેલા બાલારામ, વિશ્વેશ્વર,
બાજોઠિયા મહાદેવ સહિત ધાર્મિક સ્થળો પણ બંધ હોવાના કારણે અહીં આજુબાજુના જંગલ વિસ્તારમાં રહેતા વાંદરોની હાલત પણ કફોડી બની ગઈ છે. કારણ કે ચાલુ દિવસો દરમ્યાન અહીં આવતા શ્રદ્ધાળુઓ વાનરોને ફળફળાદી આપતા હતા. પરંતુ છેલ્લા સવા મહિનાથી લોકડાઉન હોવાના કારણે શ્રદ્ધાળુઓની અવરજવર હાલ બંધ થતા વાંદરોને મળતો ખોરાક પણ બંધ થઇ જતા તેઓની કફોડી સ્થિતિ બની ગઈ છે. તેવામાં ડીસાના સિંધી સમાજના યુવાનો દ્વારા પશુ-
પક્ષીઓ માટે  અનોખી સેવા શરૂ કરાઇ છે. સિંધી સમાજના યુવાનો વિવિધ ચબૂતરાઓમાં
પક્ષીઓ માટે ચણ ગાયો માટે ઘાસચારો અને આવા ધાર્મિક સ્થળોની આસપાસ રહેતા વાનરોને કેલા સહિત ફળફળાદી આપી ભોજન આપવામાં આવે છે.
આ જીવદયાપ્રેમી યુવાનો છેલ્લા ૧૦ દિવસથી રોજ અલગ અલગ વિસ્તારોમાં જઈ વનરાજીઓને ફળફળાદી આપી લોકડાઉન અબોલ પશુ
પક્ષીઓની પણ સેવા કરી રહ્યા છે. ત્યારે સિંધી સમાજના યુવાનો વિજયભાઈ હેમનાણી, પ્રકાશ કેલવાણી, જગદીશ મોહનાણી, કુમાર કેલવાણી દ્વારા કરવામાં આવતી અનોખા સેવા કાર્યને લોકોએ પણ બિરદાવ્યા હતા.

Download Our B K News Today App



Related News