1 લાખના બદલે ડાયરા અને લગ્નના ફૂલેકામાં ઉડાડાતી નકલી નોટો ધાબડી દીધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-25 14:50:36
  • Views : 47
  • Modified Date : 2025-04-25 14:50:36

જેતપુર, :  જેતપુરના પાંચ શખ્સોએ ખાંભાના સમઢીયાળા ગામે રહેતાં યુવાનને રૂ. 1 લાખની ચલણી નોટના બદલામાં 2 લાખની તૂટેલી-ફાટેલી નોટ મળશે કહી 2 લાખની ડાયરામાં અને લગ્નના ફુલેકામાં તેમજ બાળકોને રમવા માટે ઉપયોગમાં લેવાતી નકલી નોટ ધાબળી છેતરપીંડી આચરતાં જેતપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો,પોલીસે આરોપીને પકડી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, ખાંભાના સમઢીયાળા ગામે રહેતાં લલીતભાઈ નારણભાઈ વરૂ (ઉ.વ. 18) એ નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે વાલજી ધનજી મકવાણા (રહે. પાળીયાદ), તેમજ જેતપુરનો  બુટલેગર અશ્વીન વીનુ વેગડા,  અસ્લમખાન નુરખાન પઠાણ, એઝાજ હાજી ઠેબા, યુસુફભાઈ જુમા ચૌહાણ (રહે. ચારેય જેતપુર) નું નામ આપી જણાવ્યું હતું કે, એક મહિના પહેલા તે સુરત હીરા ઘસવાનું કામ કરતો હતો, જ્યાં તેમની સાથે કામ કરતા અન્ય હીરાઘસુ કહેતા હતા કે એક ભાઈ અસલ ભારતીય ચલણી નોટોના બદલામાં, થોડી ફાટેલી, તુટેલી અને શાહીના ડાઘાવાળી નોટો ડબલ આપે છે.આથી તેમની પાસેથી તેનો મોબાઇલ નંબર મેળવી  તા.૨૨/૦૪ના રોજ ફોન કરતા, સામેથી વાલજી મકવાણાએ વાત કરેલ અને પોતાની ઓળખાણ આપીને જણાવેલ કે, તેઓ ભારતીય ચલણી નોટો કે જે, સારી હાલતમાં છે તેના બદલામાં શાહીના ડાઘાવાળી તથા થોડી ફાટેલી તુટેલી નોટો ડબલ આપે છે. આથી તેમને કહેલ કે, મારી પાસે રૂ.૧ લાખની ૫૦૦ ના દરની સારી નોટો છે, જેથી વાલજીભાઈએ કહેલ કે, તો તેના બદલામાં તમને રૂ.૧ લાખ આપીશ. જે બાદ આરોપી વાલજીએ કહેલ કે, તમે સવારે જેતપુર આવો ત્યાં આપણે મળીશું અને ત્યાં જ વહિવટ કરી નાખશું, બાદ ગઈ કાલ સવારે નવેક વાગ્યે તે અને તેનો મિત્ર રવી વરૂ બાઇક લઈને જેતપુર આવેલ, બાદ સવારે દશેક વાગ્યે ભાદરના પુલ પર વાલજી મકવાણા મળેલ અને તેમની સાથે અન્ય ચાર માણસો હતા. આથી વાલજીને પુછેલ આ માણસો કોણ છે, જેથી તેમણે ચારેય આરોપીની ઓળખાણ આપેલ હતી.

Download Our B K News Today App



Related News