કાંકરેજના થરામાંથી નકલી મહિલા PSI ઝડપાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-11 11:34:41
  • Views : 249
  • Modified Date : 2022-06-11 11:34:41


કાંકરેજના થરામાંથી નકલી મહિલા PSI ઝડપાઇ છે.. પોતાને ગાંધીનગર સેલની PSI તરીકે ઓળખાણ આપી ગેસ્ટ હાઉસની તલાસી લીધી હતી ત્યારે થરા પોલીસને શક જતાં મહિલા પાસેથી પોલીસ ઓળખાણ કાર્ડ માંગતા નકલી પીએસઆઇનો ભાંડો ફૂટ્યો હતો

 

કાંકરેજ થરામાંથી ગાંધીનગર સેલની નકલી મહિલા પીએસઆઇ ઝડપાઈ છે ઈકો ગાડીમાં ક્રાઇમની પ્લેટ લગાવી થરાના બંસી ગેસ્ટ હાઉસમાં પાલનપુર કંટ્રોલ રૂમની ટેલિફોનિક વર્ધી મળતા થરા પોલીસ બંસી ગેસ્ટ હાઉસ પહોંચી નકલી મહિલા પીએસઆઇ અને થરા પોલીસ કર્મીઓ બંસી ગેસ્ટ હાઉસ સંચાલકો તેમજ મહિલા મુસાફરને થરા પોલીસ મથકે લઇ જવાયા હતા જે બાદ થરા પોલીસ કર્મીઓને મહિલા પીએસઆઇ ઉપર શંકા જતા પોલીસ ના આધાર પુરાવા માગતાં મહિલા પીએસઆઈ પાસે કોઈ પુરાવા મળતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

કાંકેરેજ થરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કંટ્રોલ રૂમમાં પાલનપુર તરફથી વર્ધી મળેલી કે થરા ટાઉન મા આવેલ બંસી હોટલમાં ચેકીંગ કરવા સારુ ગાંધીનગર સેલના પી એસ આઈ અનિતા ચૌધરી આવેલ અને હોટેલ નો દરવાજો ખોલતાં નથી જેથી તેમને સ્થાનિક પોલીસને મદદની જરૂર છે જ્યારે થરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ બંસી ગેસ્ટ હાઉસ ખાતે પહોંચ્યા હતા થરા પોલીસ કર્મીઓ ઇકો ગાડી આગળ ભાગે પોલીસ સિમ્બોલ સાથે ક્રાઇમ લખેલુ બોડ જોઈ અને તે મહિલા પોતાની ઓળખ અનિતા ચૌધરી પીએસઆઇ ગાંધીનગર સેલ તરીકે આપી અને ગેસ્ટ હાઉસ ચેક કરવાનું જેથી થરા પોલીસ કર્મી સાથે મળીને ગેસ્ટહાઉસ ચેકીંગ કરી ગેસ્ટહાઉસ સંચાલક તેમજ રોકાયેલ મહિલા મુસાફર ને થરા પોલીસ સ્ટેશન મા લાવી પૂછપરછ સરૂ કરી હતી જે સમયે થરા પોલીસ સ્ટાફ ના માણસો અનિતા ચૌધરી તેમની બેંચ કઈ છે અને તેમની ઈનીશિયલ સુ છે તેમજ હાલમા કઈ જગ્યાએ ફરજ બજાવે છે તેવું થરા પોલીસ સ્ટાફ પૂછતા અમિતાબેન ચૌધરીએ કોઈ જવાબ આપ્યો નહીં જેથી થરા પોલીસને શક જતાં અનીતા ચૌધરી પાસે તેમની પોલીસનો ઓળખાણ કાર્ડ માંગતા અનીતા ચૌધરી પાસે કોઈ પોલીસ ના આધાર પુરાવા મળતા પીએસઆઇના હોદ્દાનો ખોટું નામ ધારણ કરી લોકોમાં રોફ જમાવતા હોય જેથી થરા પોલીસે અનિતાબેન ચૌધરી અને તેમના ઈકોગાડી ચાલક મોહન ઠાકોર ની પર કાયદેસર રીતે ની કાર્યવાહી હાથ ધરી છે

Download Our B K News Today App



Related News