જામ ખંભાળીયામાંથી નકલી સીઆઈડી અધિકારી ઝડપાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-20 17:51:17
  • Views : 50
  • Modified Date : 2025-04-20 17:51:17

ગુજરાતમાં નકલી કોર્ટ, જજ, પોલીસ, ડૉક્ટર સહિત નકલીની ભરમાર યથાવત છે, ત્યારે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાંથી નકલી સીઆઈડી  અધિકારી ઝડપાયો છે. નકલી  સીઆઈડી  અધિકારી કાર પર લાલ લાઈટ-સાઈરન લગાવી રોફ જમાવતો હતો. પોલીસના વાહન ચેકિંગ દરમિયાન નકલી આઈકાર્ડ ચેક કરતાં સમગ્ર મામલે ભાંડો ફૂટ્યો હતો. આ મામલે પોલીસે નકલી સીઆઈડી  અધિકારીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયામાં પોલીસના નાઈટ કોમ્બિંગ દરમિયાન ટોલનાકા પાસે વાહન ચેકિંગ કરતી વખતે દિગ્વિજયસિંહ પરમાર નામનો નકલી સીઆઈડી  અધિકારી ઝડપાયો હતો. કાર પર લાલ લાઈટ-સાઈરન લગાવીને પોતાને સીઆઈડી  અધિકારી જણાવતા વ્યક્તિ પાસેથી નકલી આઈકાર્ડ મળી આવ્યું હતું. જ્યારે પોલીસે આરોપીની કારમાં તપાસ કરતાં ઠંડા પીણાની બોટલમાંથી વિદેશી દારુ અને બિયરના ત્રણ ટીન પણ મળી આવ્યા હતા. 

નકલી સીઆઈડી  અધિકારી બની લોકો સમક્ષ રોફ બતાવતો આરોપી દિગ્વિજયસિંહ અમદાવાદના ધોળકા તાલુકાના ગાંગડ ગામનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અગાઉ પણ આ પ્રકારે ખંભાળીયામાં નકલી અધિક કલેકટર ઝડપાયો હોવાનું સામે આવ્યું હતું. 

Download Our B K News Today App



Related News