અમીરગઢ ચેક પોસ્ટ ઉપર ત્રણ રાઉન્ડ ફાયરિંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-25 11:05:38
  • Views : 512
  • Modified Date : 2019-06-25 11:05:38

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ પોલીસ બોર્ડ રાજસ્થાન અને ગુજરાતને જાડતી બોર્ડર છે. આ બોર્ડર ઉપર પોલીસ હમેશા સર્તક રહે છે. ત્યારે અમીરગઢ ચેકપોસ્ટ પર ગતરોજ વહેલી સવારે વાહન ચેકિંગ દરમ્યાન એક ઈસમે હવામાં ફાયરિંગ કરતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયરિંગ કરી આરોપીઓ અંધારાનો લાભ લઈ ગાડી મુકી ફરાર થઈ ગયા હતા. 
ગુજરાત રાજસ્થાન બોર્ડર પર પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું. રાજસ્થાનમાંથી ગુજરાતમાં આવતા મોટા ભાગના તમામ વાહનોનું ચેકિંગ કરી અને ગુનાહિત પ્રવૃતિઓ રોકવા માટે પોલીસે પ્રયાસો હાથ ધર્યા હતા. આ દરમિયાન રાજસ્થાનમાંથી
પંજાબ પા‹સગની બ્લેક કલરની ક્રિએટા ગાડી નં. પીબી ૦૬ એ.યુ. ૭૧૦૯ આવી હતી.
 જેમાં ચાર શખ્સો સવાર હતા. પોલીસને તેના પર શંકા જતાં  કાર ઉભી રખાવી તેની તલાશ લેતા તેમાં સવાર ૪ શખ્સો ગાડીમાંથી ઉતરી એક વ્યÂક્તએ બોઈર્ડર ઉપર હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા અફરાતફરી મચી હતી. પોલીસ કંઈ સમજે  તે પહેલાં જ અંધારાનો લાભ લઈ આરોપીઓ ગાડી મુકી ફરાર થઈ ગયા હતા. ત્યારે અમીરગઢ પોલીસની સજાગતાથી એક આરોપી એક કલાક બાદ પોલીસના હાથ લાગ્યો હતો. જ્યારે બીજા આરોપી અમીરગઢ બજારમાં કપડા ખરીદ કરી રહ્યો હોવાના સમાચાર મળતા  પોલીસે તેને પણ પકડી પાડયો હતો. જ્યારે બે આરોપીઓ ફરાર થવામાં સફળ રહ્યા હતા. બન્ને પકડાયેલ આરોપી પાસેથી પોલીસને બંદુક મળી આવી હતી. બંન્નેની પુછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે બોર્ડર ઉપરહ પોલીસને જાઈને ગભરાઈ ગયા હતા. જેના કારણે ફાયરિંગ કર્યુ હતું. જે બંદુકથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું તે લાયસન્સ વાળી હતી. આ બાબતે પોલીસે આરોપીની પુછપરછ બાદ જીણવટભરી તપાસ હાથ ધરી છે.
 આ બનાવના પગલે અમીરગઢ પોલીસ ચેક પોસ્ટ પોલીસ છાવણીમા ફરેવાયુ હતું અને બોર્ડર ઉપર આવતા-જતા તમામ સાધનોની જીણવટ ભરી તપાસ આદરી હતી. આગળની તપાસ અમીરગઢ પોલીસ કરી રહી છે.

Download Our B K News Today App



Related News