ગુજરાતની સ્માર્ટ સીટી એવા ગાંધીનગરમાં અમુક હોસ્પિટલમાં ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-26 12:04:05
  • Views : 304
  • Modified Date : 2020-08-26 12:04:05

ગાંધીનગર શહેર આમ તો એજ્યુકેશન હબ તરીકે જાણીતી બન્યું છે ત્યારે બીજા નંબરે ગાંધીનગર શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલો પણ તેની એક એલગ ઓળખ ઉભી થઈ ગઈ છે. ગાંધીનગર શહેરમાં ૧૫૦ થી ૨૫૦ જેટલી ખાનગી હોસ્પિટલો ગેરકાયદે તંત્રની રહેમનજર હેઠળ ધમધમી રહી છે. મોટા ભાગની હોસ્પિટલો પાસે ફાયર સેફ્ટીનું એન.ઓ.સી. પણ નથી. થોડા સમય અગાઉ પણ તંત્ર દ્વારા આ હોસ્પિટલો સામે કાર્યવાહી કરવામાં આવી હોય તેવો દંભ કરવામાં આવ્યો હતો.
ગાંધીનગર શહેર જિલ્લામાં બોગ્સ તબીબોનો રાફડો ફાટ્યા બાદ હવે શહેરમાં ક્રીમ એરિયામાં ખાનગી હોસ્પિટલો બેરોકટોક ગેરકાયદે ધમધમી રહી છે. ત્યારે તંત્ર પણ આ ડોક્ટરો સામે મૌન સેવી લીધું છે. શહેરની બે ચાર હોસ્પિટલોને બાદ કરતા એક પણ હોસ્પિટલ પાસે ફાયર એન.ઓ.સી. નથી. જેમાં કેટલાક રાજનેતા અને સરકારી અધિકારીઓની સીધી સાંઠગાંડ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
થોડા સમય અગાઉ સુરતની ઘટના બાદ ગાંધીનગર તંત્ર દ્વારા દરેક સ્થળે તપાસ હાથ ધરવામાં આવી હતી અને તમામને નોટીસો પણ આપવામાં આવી હતી. ત્યારબાદ અમદાવાદની શ્રેય હોસ્પિટલની ગોઝારી ઘટના બાદ ગાંધીનગર તંત્ર દ્વારા પણ કાર્યવાહી કરી નોટીસો
આપવામાં આવી છે તેમ છતાં સત્તાધીશો દ્વારા આગળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ હોસ્પિટલો બેરોકટોક ગેરકાયદે ધમધમી રહી છે.

Download Our B K News Today App



Related News