(Exclusive) આગની ઘટનાઓને ટાળવી જરૂરી હોવા છતાં ડીસામાં ૮૦ ટકા એકમો પાસે ફાયર એન.ઓ.સી. નથી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 11:44:44
  • Views : 408
  • Modified Date : 2020-08-10 11:44:44

અમદાવાદની શ્રેય
હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બાદ રાજ્યભરમાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં ફાયર સુવિધા ચકાસવાનીના આદેશ થયા હતા. જેના ભાગરૂપે ડીસાની કોવિડ
હોસ્પિટલોમાં પણ તપાસ કરાઇ હતી. પરંતુ તે સિવાય શહેરમાં ૮૦ ટકા એવા એકમો છે. જ્યાં ફાયર સેફટીને લગતી સુવિધાઓ છે. પરંતુ ફાયરની એનઓસી જ નથી, જે ગંભીર બાબત કહી શકાય.
આપણે ત્યાં આગ લાગે ત્યારે કૂવો ખોદવા દોડે છે તેવી સ્થિતિ છે. જ્યારે કોઈ મોટી આગની ઘટના બને ત્યારબાદ જ તંત્ર સક્રિય થઇને દોડધામ કરે છે. આવું જ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં આગની ઘટના પછી બન્યું છે. જેમાં રાજ્યની કોવિડ હોસ્પિટલોમાં ફાયરની સુવિધાઓ ચકાસવાનો આદેશ કરાયો હતો. જેના ભાગરૂપે બનાસકાંઠામાં આવેલી કોવિડ હોસ્પિટલોમાં તપાસ કરવામાં આવી હતી. ત્યારે ડીસામાં સરકારી અને ખાનગી કોવિડ હોસ્પિટલોમાં પણ ફાયર વિભાગે તપાસ કરી હતી. જોકે સુવિધાઓમાં કોઈ ખામી જોવા મળી નથી. પરંતુ ડીસા શહેરમાં આવેલી અન્ય હોસ્પિટલો, મોલ, હોટલો, રેસ્ટોરન્ટ, ટ્યુશન ક્લાસીસ, મોટા શોપિંગ મોલ તેમજ કારખાનાઓમાં ફાયર એક્ટિંગુઈશર લગાવેલા છે. જેમને ડીસા પાલિકામાંથી ફાયરની એન.ઓ.સી. મેળવવી પડતી હોય છે. પરંતુ તેમાંના ૮૦ ટકા એકમો ફાયરની એન.ઓ.સી. વગરના છે. જે મેળવવામાં તેના પ્રત્યે ઉદાસીન રહ્યા છે.  ત્યારે પાલિકાતંત્રએ આવા એન.ઓ.સી. નહીં મેળવનારા એકમોને નોટિસ ફટકારવી જોઈએ. જેના કારણે તપાસ યોગ્ય રીતે થઇ શકે અને કોઈ મોટી આગની ઘટના ટાળી શકાય. પરંતુ મોટાભાગના એકમોએ એન.ઓ.સી. લેવાનું હજી સુધી ટાળ્યું છે.

Download Our B K News Today App



Related News