સુવિધા:ભુજ-પાલનપુર લોકલ ટ્રેન આજથી રાધનપુરથી પાલનપુર વચ્ચે દોડશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 13:02:29
  • Views : 308
  • Modified Date : 2022-06-18 13:02:29

 

દિયોદર, ભીલડી, ડીસા રેલવે સ્ટેશને બે મિનિટ ટ્રેનનું સ્ટોપેજ રહેશે

આજે દિયોદર, ભીલડી, ડીસા વગેરે રેલવે સ્ટેશને ઉદઘાટન સમારોહ

 

પ્રજાજનોની માંગણીઓને લઈ પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા કોરોના કાળથી બંધ થઇ ગયેલ ભુજ-ગાંધીધામ-પાલનપુર ટ્રેન વર્તમાન તબક્કે રાધનપુર થી પાલનપુર આજથી દરરોજ લોકલ ટ્રેન પુન: શરૂ કરાતા પ્રજાજનોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.પશ્ચિમ રેલવે વિભાગ દ્વારા પ્રજાજનોની વારંવાર માંગણીઓ ધ્યાને લઇ રાધનપુરથી પાલનપુર મુસાફર ટ્રેન આજે શનિવારથી શરૂ કરવામાં આવશે. આ અંગે રેલવે વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ‘વર્તમાન સમયે રાધનપુર થી પાલનપુર મુસાફર ટ્રેન દરરોજ શરૂ કરવામાં આવી છે.

જે ટ્રેન સવારે 9-45 કલાકે રાધનપુર થી ઉપડી દિયોદર ખાતે 10-26 મિનિટ તેમજ ભીલડી ખાતે 10-58, ડીસા ખાતે 11-19 થી 12-30 કલાકે પાલનપુર પહોંચશે. ત્યારે ફરી બપોરે 1-10 કલાકે પાલનપુરથી ઉપડી 1-35 ડીસા, 2-00 વાગે ભીલડી, 2-30 કલાકે દિયોદર અને 3-30 કલાકે રાધનપુર પહોંચશે. જે ટ્રેન દરરોજ અવર-જવર કરશે. દિયોદર, ભીલડી, ડીસા રેલવે સ્ટેશન ખાતે બે મિનિટ ટ્રેનનું સ્ટોપેજ રહેશે. આ ટ્રેનમાં રાધનપુર, દિયોદર, ભીલડી, ડીસા, પાલનપુર વગેરે વર્તમાન સમયે સ્ટોપેજ રહેશે.

જ્યારે રેલવે વિભાગના અધિકારીઓ તેમજ જિલ્લા તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓની ઉપસ્થિત રહી દિયોદર, ભીલડી, ડીસા વગેરે રેલવે સ્ટેશન ખાતે ઉદઘાટન સમારોહ આજે શનિવારે ટ્રેન આવવાના સમયે યોજાશે.’ રેલવે વિભાગ દ્વારા જણાવ્યું હતું કે ‘રાધનપુર-વારાહીથી ગાંધીધામ સુધી વર્તમાન સમયે ટ્રેનની ડબલ લાઇનનું તેમજ એક ટ્રેનનું કામકાજ શરૂ હોવાથી વર્તમાન સમયે રાધનપુર થી પાલનપુર ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. આગામી સમયમાં વારાહી-ગાંધીધામનું ડબલ લાઇન ઈલેક્ટ્રીક લાઈનનું કામ પૂર્ણ થયા બાદ ટ્રેન આગળ લંબાવાશે.

 

Download Our B K News Today App



Related News