શિયાળાની કડકડતી ઠંડીથી રવી સીઝનના પાકોને ફાયદો: જિલ્લામાં અત્યાર સુધી ૪,૭૫,૫૪૯ હેકટરમાં વાવેતર સંપન્ન થયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-12-15 13:23:03
  • Views : 231
  • Modified Date : 2021-12-15 13:23:03

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કડકડતી ઠંડીની શરૂઆત થતાની સાથે રવિ સિઝનના પાકો ને જીવનદાન મળ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે ખેતી ક્ષેત્રે મહત્વની ગણાતી રવી સીઝનમાં બનાસકાંઠા જિલ્લામાં 8 ડિસેમ્બર સુધી ૪૭૫૫૪૯ હેકટરમાં વાવેતર સંપન્ન થયું જેમાં સૌથી વધુ રાયડા ના પાક નુ વાવેતર થવા પામ્યું છે.

શિયાળાની ઋતુની ઠંડીની શરૂઆત થઇ ચૂકી છે ત્યારે રવિ સિઝનના પાકો ને પણ અનુકૂળ આવી રહેતા  ખેતરોમાં રવી સીઝનનો પાક લહેરાઈ ઉઠ્યો છે સીઝનની શરૂઆતમાં કમોસમી વરસાદ થી રવી સીઝનમાં વાવેતર પર અસર થઇ હતી પરંતુ ત્યારબાદ વાતાવરણ અનુકુળ બની રહેતા બનાસકાંઠા જિલ્લામાં વિવિધ પાકોનું બહોળા પ્રમાણમાં વાવેતર થયું છે કમોસમી વરસાદના કારણે શિયાળુ સીઝન નું પાછતરૂ વાવેતર વધ્યું છે અને હજુ પણ અનેક વિસ્તારોમાં રવી સીઝનમાં વાવેતર થઇ રહ્યું છે ત્યારે ગત વર્ષની સરખામણી જેટલું વાવેતર થઇ જવાની સંભાવના રહેલી છે.ડીસામાં રવિ સીઝનની શરૂઆતમાં કમોસમી વરસાદ પડતાં રવી સીઝનનુ વાવેતર કરેલ પાકોને વ્યાપક નુકશાન થયું હતું જેના કારણે રાજ્ય સરકાર દ્વારા પણ નુકસાનગ્રસ્ત ખેડૂતોને વળતર માટેની પણ સહાય ચુકવણી કરવામાં આવી રહી છે.ઠંડીની શરૂઆત થતાં રવી સીઝનમાં પાકોને ફાયદો થવા લાગ્યો છે.શિયાળાની શરૂઆત બાદ બદલાતા વાતાવરણ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ વધ્યું છે જેને લઇ ખેતીના પાકોને ફાયદો થતાં ખેતરમાં ઉભેલા પાકો ખીલી ઉઠ્યા છે.

Download Our B K News Today App



Related News