તિવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધતું વાવાઝોડું, તૌકતે વેરાવળથી 260 કિ.મી. દૂર, તીવ્રતા 185 કિ.મી.ની પણ થઇ શકે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-17 12:50:17
  • Views : 424
  • Modified Date : 2021-05-17 12:52:41

    અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી તોફાન/વાવાઝોડું "તૌકતે'' જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે; તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે. આ વાવાઝોડું મુંબઈની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે. એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડાના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

    ગુજરાતના કાંઠે આજે રાત્રે 8થી 11ની વચ્ચે પોરબંદર અને મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ છે, જેને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંભવિત અસર થનાર દરિયાકાંઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. આ સાથે વેરાવળ અને જાફરાબાદ બંદર પર 10 નંબર સૌથી ભયજનક સિગ્નલ લગાવવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ગુજરાતમાં 23 વર્ષ બાદ વાવઝોડું આવી રહ્યું છે. 1998માં કચ્છના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું ત્રાટક્યું હતું.

    ગુજરાતમાં 23 વર્ષ બાદ ભયાનક વાવાઝોડું આવી રહ્યું છે. આ પહેલાં 9 જૂન 1998માં કચ્છ જિલ્લાના કંડલામાં આવું જ ભયાનક વાવાઝોડું આવ્યું હતું. જેમાં 1173 લોકોનું મૃત્યુ થયું હતું અને 1774 લોકો લાપતા થયા હતા. ગુજરાતના દરિયાકાંઠાના 1.35 લાખ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું છે અને હજુ સ્થળાંતર ચાલી રહ્યું છે.ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતના હવામાન વિભાગે ગુજરાત અને દિવને રેડ એલર્ટ જાહેર કર્યું છે.. વાવઝોડું દિવથી 250 કિલોમીટર અને વેરાવળથી 290 કિલોમીટર દૂર છે. આ સાથે આજે રાતે 8થી 11 વાગ્યા વચ્ચે પોરબંદર અને ભાવનગરના મહુવા વચ્ચે ટકરાવાની શક્યતાઓ રહેલી છે. 155થી 165 કિલોમીટરની પ્રતિ કલાકની ઝડપે વાવઝોડું ફૂંકાશે.

    વાવાઝોડાની અસર હવે દરિયાકાંઠે ઉંચળતા મોજા રૂપે જોવા મળી રહી છે. વેરાવળ-જાફરાબાદ બંદર પર 10, ધોધા બંદર પર 9 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. વેરાવળ અને અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદર પર મોજા ઉછળી રહ્યા છે ઉપરાંત જાફરાબાદ,શિયાલબેટ,પીપાવાવ, સરકેશ્વર,ધારબંદર વિસ્તારમાં અતિભારે પવન શરૂ થયો છે. ધીમીધારે વરસાદનું પણ દરિયાકાંઠે આગમન જોવા મળી રહ્યું છે. સાથે તંત્ર દ્વારા 4 નંબરનું સિગ્નલ હટાવી આજે સીધું જ 10 નંબર સિંગલ લગાવી દેવાયું છે અને એલર્ટ જાહેર કરી દેવાયું છે. દરિયાકાંઠે લોકોને નહીં જવા તંત્ર દ્વારા અપિલ કરાય રહી છે.

    તાઉ-તે વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ અમરેલી જિલ્લાના દરિયાકાંઠે વધુ ખતરો મંડરાય રહ્યો છે ત્યારે સ્થળાંતર કરવા માટે લોકો હજુ ક્યાંક સહકાર ન આપતા હોવાને કારણે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા જાફરાબાદ સામા કાંઠે પહોંચી સ્થળાંતર કરવાની અપીલ કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા સ્થળાંતરની કામગીરી શરૂ કરાઇ છે. ઉપરાંત કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાનો આજે દિવસ દરમિયાન પ્રવાસ ગ્રામીણ વિસ્તારમાં રહેશે. લાઈટ હાઉસ વિસ્તારમાં સ્થિતિ વધુ ટાઈટ હોવાને કારણે હાલ પોલીસ તંત્ર દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સુરક્ષા જવાનો તૈનાત કરાયા છે. જેથી પ્રતિબંધિત વિસ્તારમાં કોઈ પ્રવેશ કરી ન શકે તેને લઈ છાપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

    રાજયમા પ્રવર્તી રહેલ તાઉ-તે વાવાઝોડા સંદર્ભે રાજય સરકાર દ્વારા ઝીરો કેઝ્યુલીટીના અભિગમ સાથે સમયબધ્ધ આયોજન અને અસરકારક કામગીરી કરવામા આવીરહી છે. જેના ભાગરૂપે સંભવિત અસર થનાર દરિયાકાઠાના 17 જિલ્લાના 655 સ્થાળાંતર કરવા પાત્ર ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોને સલામત સ્થળે ખસેડી દેવાયા છે. સ્થળાંતર ની આ કામગીરી મોડી રાત સુધી ચાલી હતી અને આજે સવારે 5 વાગ્યાથી આ કામગીરી ફરી શરૂ કરી દેવાઈ છે.

    મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ કુમારે જણાવ્યું છે કે, 21 જિલ્લાના 84 તાલુકાઓમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાયો છે. તે પૈકી 6 તાલુકામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. વાવાઝોડાથી થયેલ નુકસાનને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે 240 વન વિભાગની 242 માર્ગ અને મકાન વિભાગનીની ટીમો તૈનાત કરી દેવાઈ છે. જે રસ્તાઓ સહિત અન્ય ઝાડ પડવાથી બ્લોક થયેલા રસ્તાઓને પૂર્વવત કરવાની કામગીરી કરી રહી છે.તેમણે કહ્યું કે, રાહત અને બચાવ માટે NDRF 41 ટીમો સંબંધિત જિલ્લોના મેનેજમેન્ટ માટે સામેલ કરી દેવાઈ છે. જ્યારે SDRFની 10 ટીમો ડીપ્લોય કરવામાં આવી છે. વાવાઝોડાના પરિણામે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જાય તો તેના નિકાલ માટે રાજ્યમાં કુલ 456 ડીવોટરિંગ પંપ તૈયાર રાખવામાં આવ્યા છે. જે જરૂરિયાત મુજબ પહોચાડાશે. એટલું જ નહીં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા 2126 હોર્ડિંગ્સ શહેરીવિસ્તારમાં તથા 643 હોર્ડિંગ્સ ગ્રામ્ય વિસ્તારમાંથી ઉતારી લેવામાં આવ્યા છે અને નુકસાન થઈ શકે તેવા 668 હંગામી સ્ટ્રક્ચર પણ દૂર કરાયા છે. વાવાઝોડાની તીવ્રતાને ધ્યાને લઈને આ વિસ્તારના નાગરિકોને ઘરની બહાર ન નીકળવા પણ અપીલ કરાઈ છે.

    તેમણે ઉમેર્યું કે, અસરગ્રસ્ત જિલ્લાઓમા ભારે પવન કે અન્ય કારણોસર વીજ પૂરવઠો ખોરવાય તો તેને પૂર્વવત કરવા માટે 661 ટીમો ઉર્જા વિભાગ દ્વારા તૈનાત છે. જે ચોવીસ કલાક કામગીરી કરી રહી છે. પાવર બ્રેકઅપની 750 જેટલા પ્રશ્નો આવ્યા હતા એ પૈકી 400થી વધુ પ્રશ્નોનું નિરાકરણ કરી વીજ પુરવઠો પૂર્વવત કરી દેવાયો છે. એ જ રીતે નાગરિકોને આરોગ્યલક્ષી સારવાર પૂરી પાડવાના હેતુસર આ વિસ્તારો માટે 388 આરોગ્ય વિભાગની ટીમો તથા અન્ય સંકલનની કામગીરી માટે 319 મહેસુલી અધિકારીઓની ટીમો ત્વરીત પગલાં ભરવા માટે ડીપ્લોય કરવામાં આવી છે. રાજયમાં કોવીડની સ્થિતિની પહોંચી વળવા માટે 1383 પાવરબેક અપ રાખવામાં આવ્યા છે.એટલું નહીં આ વિસ્તારોમા નાગરિકોને આકસ્મિક સારવાર પૂરી પાડવા માટે 161 ICU એબ્યુલન્સ અને 576-108 એબ્યુલન્સ ઉપલબ્ધ કરીને સ્ટેન્ડ બાય કરી દેવાઈ છૈ. કોવિડ ની સારવાર લઈ રહેલા દર્દીઓની ઓક્સિઝન જરૂરીયાતને પહોંચી વળવા માટે તથા ઓક્સિજનનું સરળતાથી વહન થાય તે માટે 35 ગ્રીન કોરીડોર બનાવવામાં આવ્યા છે.



Download Our B K News Today App



Related News