પત્નીએ પતિને કહ્યું- મારે તમારી જોડે નથી રહેવું, મને પાડોશી ગમે છે અને ત્રણ મહિનાથી અમારી વચ્ચે સંબંધ છે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-31 17:20:47
  • Views : 1535
  • Modified Date : 2021-03-31 17:20:47

    અમદાવાદ શહેરના ચાંદખેડા વિસ્તારમાં રહેતી મહિલાએ પતિને કહ્યું કે, મારે તારી સાથે રહેવું નથી. મારે તો પાડોશમાં રહેતા યુવક સાથે સબંધ છે અને આટલી વાત આગળ વધી ગઇ કે પત્નીએ તેના પ્રેમી સાથે ફોન જોડીને પતિને આપી દીધો અને કહ્યું કે આપણા પ્રેમ સબંધ વિશે તું જણાવી દે અને થોડીવારમાં પ્રેમી અને પતિ વચ્ચે મારામારી થઈ અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. હાલ પોલીસે બન્ને પક્ષે મારામારીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.

    ચાંદખેડામાં રહેતા રાજીવ (નામ બદલ્યું છે) ઘરેથી પેન્ટિંગનું કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે રાત્રિના સમયે રાજીવ તેના પરિવાર સાથે ઘરે હાજર હતો. ત્યારે તેની પત્ની નિશા (નામ બદલ્યું છે) કહ્યું હતું કે, મારે તમારી સાથે રહેવું નથી, મારે અફેર આપણા ઘરની સામે રહેતા રોહિતના ભાણીયા હિરેન સાથે છેલ્લા ત્રણ મહિનાથી ચાલે છે તેમ કહીને નિશા તેના પ્રેમી હિરેન (નામ બદલ્યું છે)ને ફોન કરી વાત કરી હતા.

    રાજીવ અને તેના પિતા ઘરની બાલ્કનીમાં ઉભા રહીને વાતો કરતા હતા, તે દરમિયાન પત્ની નિશાનો પ્રેમી છરી લઇને ઘર પાસે આવ્યો હતો અને ગાળો બોલી ઝપાઝપી કરવા લાગ્યો હતો. દરમિયાન પગના ભાગે છરીનો ઘા મારી દીધો હતો. જો કે, આસપાસના લોકો ભેગા થઈ જતા હિરેનને વધુ માર મારવાથી બચાવ્યો હતો. ત્યારબાદ રાજીવ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પત્નીના પ્રેમી હિરેનના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

    હિરેને પણ પોલીસ સ્ટેશનમાં રાજીવ અને તેના પિતાના વિરુદ્ધમાં ક્રોસ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, રવિવારની રાત્રિના સમયે પરિવાર સાથે ઘરે હાજર હતો ત્યારે તેમના મામાના ઘરની સામે રહેતા રાજીવની પત્ની નિશાએ ફોન કરી પતિ ફોન કરી મારી પત્ની સાથે કેમ વાત કરે છે તેમ કહી બોલચાલ કરી ઘરે બોલાવ્યો હતો. જેથી હિરેન ઘરે મળવા માટે ગયો ત્યારે રાજીવ અને તેના પિતાએ ઝઘડો કરીને મારી પત્ની સાથે વાત કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપીને ઢોર માર માર્યો હતો. આ અંગે ચાંદખેડા પોલીસે બંન્ને પક્ષોની ક્રોસ ફરિયાદના આધારે પોલીસે ત્રણ લોકોના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


Download Our B K News Today App



Related News