દ્વારકા અને જામનગર જિલ્લામાં પોલીસનાં નામે વેપારીઓ પાસેથી ઓનલાઈન રૂપિયા ખંખેર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-04-19 16:12:21
  • Views : 36
  • Modified Date : 2025-04-19 16:12:21

જામ ખંભાળિયા, :  ખંભાળિયા તાલુકાના સલાયા ગામે રહેતા એક ભેજાબાજ શખ્સ દ્વારા જુદા-જુદા દુકાનદારો, વેપારીઓને ફોન કરીને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપી પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી રૂપિયા પડાવવામાં આવી રહ્યાનો ભાંડો ફૂટતા ચકચાર જાગી છે. આ પ્રકરણમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસે હાલ નવ જેટલા વેપારીઓ પાસેથી ઓનલાઈન રૂપિયા ખંખેરનાર આરોપી એવા શબીર હારૂન ભગાડની અટકાયત કરીને કાર્યવાહી હાથ ધરી છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દ્વારકામાં તીનબત્તી ચોક વિસ્તારમાં રહેતા નિર્મલકુમાર બેહેરા નામના વેપારી યુવાનને ગત તારીખ ૨૦ માર્ચ ૨૦૨૫ ના રોજ તેમના ફોન પર એસઓજી પોલીસની ઓળખ આપીને 'તમે ગેરકાયદેસર રીતે કફ સીરપનું વેચાણ કર્યું છે' તેવું જણાવીને સામેના છેડેથી બોલતા શખ્સએ રૂપિયા એક લાખની માંગણી કરી, ત્યાર બાદ રૂા. ૬,૦૦૦ માં પતાવટ કરી, આ રકમ ઓનલાઈન મેળવી હતી. જે અંગે સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેથી પીઆઈ વી.કે. કોઠીયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન રિસોસસની મદદથી આ પ્રકરણના મુખ્ય આરોપી સલાયા ગામે ખ્વાજાનગર ખાતે રહેતા શબીરહુસેન હારૂન ભગાડ નામના ૩૯ વર્ષના શખ્સને મુંબઈથી દબોચી લીધો હતો. 

Download Our B K News Today App



Related News