રાજય સરકારના પેન્શનરો માટે હયાતીની ખરાઈની મુદ્દત વધુ એક માસ લંબાવાઈ, ઓગસ્ટ સુધી મુદ્દત વધારાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-05-26 15:51:14
  • Views : 268
  • Modified Date : 2021-05-26 15:51:14

    રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે.

    તેમણે ઉમેર્યુ કે, નાણાં વિભાગની સ્થાયી જોગવાઇઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઇ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઇ વધુ એક માસ એટલે કે ઓગસ્ટ - 2021 સુધી લંબાવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે એટલે હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે-2021થી ઓગસ્ટ - 2021 સુધી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.

Download Our B K News Today App



Related News