બનાસકાંઠા કોરોના વિસ્ફોટ : ડીસામાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા નડ્યો કોરોના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-02 13:02:00
  • Views : 439
  • Modified Date : 2022-02-02 13:02:00

બનાસકાંઠા કોરોના વિસ્ફોટ : ડીસામાં ધો.10 અને 12ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા પહેલા નડ્યો કોરોના

 

બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં હાલમાં 1108 કોરોના પોઝિટિવ દર્દીઓ હોમ કોરોન્ટાઇન કઈ સારવાર લઇ રહ્યા છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં લોકોએ કરેલી ભૂલના કારણે ફરી એકવાર કોરોનાવાયરસ ની ત્રીજી રહેલી દસ્તક શરૂ થઈ ગઈ છે અને રોજેરોજ મોટી સંખ્યામાં કોરોનાવાયરસ ના કેસો સામે આવી રહ્યા છે. સતત વધતા જતા કોરોનાવાયરસ ના કેસો ને લઇ આરોગ્ય વિભાગ દ્વારા પણ હાલમાં કોરોના ટેસ્ટ કરવામાં વધારો કરી દેવામાં આવ્યો છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની બીજી લહેર ની શરૂઆત થઇ હતી તે પ્રમાણે જ હાલ લોકોને ભૂલના કારણે કોરોનાવાયરસ ને દિલ હે ની શરૂઆત થઇ ચૂકી છે

 

- શાળામાં કોરોના પોજેટિવ

 

       જે પ્રમાણે કોરોના વાયરસની બનાસકાંઠા જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆત થઈ છે તેને જોતા સૌથી વધુ બાળકો સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં પણ અત્યાર સુધી અનેક શાળાઓના બાળકો કોરોનાવાયરસ ની ત્રીજી લહેરની ઝપેટમાં આવ્યા છે. Generally આરોગ્ય વિભાગ દ્વારા સતત કોરોનાવાયરસ ની મહામારીમાં બાળકો સુરક્ષિત રહે તે માટે શાળાઓમાં વધુને વધુ કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જે અંતર્ગત ડીસા ખાતે આવેલ સેન્ટ ઝેવિયર્સ શાળા માં આવેલ કેથલીક આશ્રમ ખાતે રહેતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને શરદી-ખાંસી અને તાવ જેવું લાગતા આ તમામ ૧૦ વિદ્યાર્થીઓએ ડીસાના લાઠી બજાર વિસ્તારમાં આવેલ અર્બન-1 ખાતે પોતાના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 10 વિદ્યાર્થીઓ ના કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ હતી અને આ તમામ વિદ્યાર્થીઓને હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે.

 

- આરોગ્ય વિભાગની કામગીરી શરૂ

 

      ડીસા ખાતે આવેલ સ્કૂલમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ હાલ અભ્યાસ કરી રહ્યા છે ખાસ કરીને જે પણ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઈન અભ્યાસક્રમ કરવા માટેની વ્યવસ્થા નથી તે તમામ વિદ્યાર્થીઓ માટે હાલમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના સંચાલક મંડળ દ્વારા અભ્યાસક્રમ આપવામાં આવી રહ્યો છે જે અંતર્ગત સેન્ટ ઝેવિયર્સ શાળા ખાતે આવેલ કેથલિક આશ્રમ ખાતે રહેતા અને જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ના કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલમાં તમામ વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે આ વિદ્યાર્થીઓ કોના કોના સંપર્કમાં આવ્યા હતા તેજાણી આરોગ્ય વિભાગની ટીમ દ્વારા હાલમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પણ કોરોના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને કોરોનાવાયરસ ની બીમારી વધુ ફેલાય નહીં તે માટેની કવાયત આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને કેથલિક આશ્રમ ખાતે 10 વિદ્યાર્થીઓને કોરોના પોજેટિવ રિપોર્ટ સામે આવતા આરોગ્ય વિભાગ દ્વારા હાલમાં તમામ આશ્રમના વિદ્યાર્થીઓના સેમ્પલ લવાયા છે.

 

      આ અંગે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના આચાર્ય ફાધર રાજે જણાવ્યું હતું કે ડીસા ખાતે કાર્યરત સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે હાલમાં વિદ્યાર્થીઓને અભ્યાસ કરવામાં આવતો નથી જેના કારણે શાળામાં એક પણ વિદ્યાર્થી આવતો નથી ત્યારે ડીસાની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે હાલમાં ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને જે પણ વિદ્યાર્થીઓ પાસે ઓનલાઇન શિક્ષણ મેળવવા માટેની વ્યવસ્થા નથી તે તમામ વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષકો દ્વારા અભ્યાસ આપવામાં આવી રહ્યો છે આ શાળામાં આવતા વિદ્યાર્થીઓને સંપૂર્ણ કોરોના ગાઇડલાઇન પ્રમાણે શિક્ષકો દ્વારા અભ્યાસ આપવામાં આવે છે અને જે 10 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે તે તમામ વિદ્યાર્થીઓ શાળામાં અભ્યાસ માટે આવ્યા નથી પરંતુ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે આવેલ કેથલિક આશ્રમ ખાતે આ વિદ્યાર્થીઓ રહેતા હતા અને તેમનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આપતા હાલમાં આ તમામ વિદ્યાર્થીઓને આરોગ્ય વિભાગ દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.

 

Download Our B K News Today App



Related News