મહાકુંભથી કોરોના પ્રતિબંધ હટાવવા પર નિષ્ણાંતોએ આપી ચેતવણી, આવી શકે છે ભયાનક પરિણામ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-16 16:26:11
  • Views : 264
  • Modified Date : 2021-03-16 16:26:11

    નિષ્ણાતોએ સોમવારે ઉત્તરાખંડ સરકાર દ્વારા હરિદ્વાર ખાતે મહાકુંભમાં ભાગ લેનારા લોકો માટેના તમામ કોવિડ-19 પ્રતિબંધોને દૂર કરવા અંગે ચેતવણી આપી. તેમણે કહ્યું કે ધાર્મિક કાર્યક્રમોથી કોરોનાની નવી લહેરનું જોખમ વધી શકે છે.

    વાત એમ છે કે ઉત્તરાખંડના મુખ્ય પ્રધાન તીરથ સિંહ રાવતે જાહેરાત કરી છે કે, આ કાર્યક્રમ દરમિયાન કોવિડ-19 નો નેગેટિવ રિપોર્ટ લાવવો ફરજિયાત રહેશે નહીં. રાવતે સોમવારે સમાચાર એજન્સીને કહ્યું હતું, “ભક્તોને ડર હતો કે જો તેમનો કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ ન હોય તો તેઓને પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં. આના પર, મેં પુષ્ટિ કરી કે રિપોર્ટની જરૂર નથી. તેમણે કહ્યું, લગભગ 32 – 33 લાખ શ્રદ્ધાળુઓ પ્રથમ શાહી સ્નાનમાં ભાગ લઈ શાંતિપૂર્ણ રીતે તેમના ઘરે જવા રવાના થયા છે.

    ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્ર સિંહ રાવતે, જેમણે તાજેતરમાં રાજીનામું આપી દીધું, તેમણે કહ્યું હતું કે કોરોનાના વધતા જતા કેસો વચ્ચે રાજ્ય સરકારે જાગ્રત રહેવાની જરૂર છે. 2021 માં રવિવારે ચેપના આશરે 25,000 કેસ નોંધાયા છે, તેથી આપણે કુંભના આયોજનમાં વધુ જાગૃત રહેવાની જરૂર છે.

    છેલ્લા એક અઠવાડિયામાં પહાડી રાજ્યમાં દૈનિક કોવિડ-19 કેસોની સંખ્યા સતત વધી રહી છે. સોમવારે રાજ્યમાં 52 કોવિડ-19 કેસ નોંધાયા હતા. જણાવી દઈએ કે મહાશિવરાત્રિ નિમિત્તે મહાકુંભ ખાતે પ્રથમ શાહી સ્નાનના દિવસે 11 માર્ચે ઉત્તરાખંડ સરકારે અહીં પ્રવેશ માટે ફરજિયાત કોવિડ-નેગેટિવ રીપોર્ટની શરત દૂર કરી છે. ઇવેન્ટમાં ભાગ લેનારા લોકોની સંખ્યા કોવિડ-19 પ્રતિબંધો સાથે આયોજકોની અંદાજિત સંખ્યાની તુલનાએ ત્રણ ગણી હતી. આવામાં જો કોરોના રીપોર્ટ વગર એન્ટ્રી આપવામાં આવે છે, તો આ નિર્ણય ભારે પડી શકે છે.

 

Download Our B K News Today App



Related News