મોંઘા કર્યા પેટ્રોલના દામ ભાજપ હવે આપો આરામ : દિયોદર હાઇવે પર કોંગ્રેસનો દેખાવો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-05 13:16:29
  • Views : 379
  • Modified Date : 2021-08-05 13:16:29

    ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના પાંચ વર્ષ પૂર્ણ થતાં સમગ્ર ગુજરાતમાં વિવિધ કાર્યક્રમો વચ્ચે કોંગ્રેસ સમિતિ દ્વારા ક્યાંક વિરોધ તો ક્યાંક દેખાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં દિયોદર હાઇવે વિસ્તાર પર દિયોદર કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે દેખાવો કરવામાં આવ્યો હતો. મંગળવારે ગુજરાત સરકારના અન્નાઉત્સવ વચ્ચે કોંગ્રેસ સમિતિએ હાઇવે પર સભા યોજી રેલી સ્વરૂપે "મોંઘવારી અને  પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે દેખાવો કર્યો હતો અને નારા લગાવ્યા હતા. જેમાં સત્તામાં ભાજપ મસ્ત, જનતા ભાવ વધારામાં ત્રસ્ત અને મોંઘા કર્યા પેટ્રોલેના દામ ભાજપ હવે આપો આરામ, જેવા બેનરો લઈ દેખાવો કર્યો હતો.

આ દેખાવામાં ધારાસભ્ય શિવાભાઈ ભુરિયા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી, જિલ્લા પ્રમુખ દિનેશભાઈ ગઢવી, ભરતસિંહ વાઘેલા, જબ્બરસિંહ વાઘેલા, શિક્ષણ સમિતના ચેરમેન નરસીભાઈ રબારી, ઠાકરસીભાઈ મકડાલા, બળવંતજી ઠાકોર, કરમસીભાઈ દેસાઈ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Download Our B K News Today App



Related News