ડીસાના મહિલા પ્રમુખની ઉદાહરણરુપ કામગીરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-22 16:19:11
  • Views : 81
  • Modified Date : 2023-11-22 16:19:11

ડીસા નગર પાલિકાના મહિલા પ્રમુખે જે કામ કરી દેખાડ્યુ છે એ કામથી અન્ય નગર પાલિકાઓના પ્રમુખે શીખ લેવી જોઈએ. પાલિકાના નવનિયૂક્ત મહિલા પ્રમુખ સંગીતા દવેએ જાતે જ રાત્રી દરમિયાન પાલિકાના કર્મચારીઓને લઈને રખડતા ઢોરને હટાવવાની કામગીરી શરુ કરી હતી. પાલિકાએ આ માટે એક એજન્સીને કામ સોંપ્યુ છે. આ એજન્સી દ્વારા પાલિકાએ રખડતા ઢોરને પકડવાના કામગીરી કરાવી હતી.રખડતા ઢોરને પકડીને પાંજરા પોળમાં મોકલવામાં આવ્યા હતા. ઢોરનુ પાલન કરવાને બદલે રખડતાં છોડી મૂકી બિમાર થવા દેવા માટે અને અકસ્માતમાં ઘાયલ થવા દેવાની બેદરકારી દાખવનારાઓ હવે કેટલાક પશુ પાલક બની સામે આવ્યા હતા. પશુ માલિક હોવાનો દાવો કરીને પાલિકાની કામગીરીમાં બાધા ઉભી કરવા છતાં મહિલા પ્રમુખે કોઈ જ પરવા કર્યા વિના પશુઓને પાંજરા પોળ મોકલવાની કામગીરી ચાલુ રાખી હતી. રખડતાં ઢોરથી છૂટકારો અપાવતી કામગીરીને ડીસાના લોકોમાં પણ એક વાતે રાહતનો માહોલ જોવા મળતો હતો અને પ્રમુખની સરાહના થવા લાગી હતી.

Download Our B K News Today App



Related News