જુનાડીસા- વાસણા એપ્રોચ રોડ ઉપર અબોલ પશુ પંખીઓ માટે પાણીના અવાડાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-11-09 12:51:55
  • Views : 282
  • Modified Date : 2021-11-09 12:51:55

 

          જુનાડીસા-વાસણા એપ્રોચ રોડ ઉપર અબોલ પશુ પંખીઓ માટે પાણીના અવાડાનું ખાત મુહુર્ત કરવામાં આવ્યુ અવાડો ડીસા તાલુકા સા.ન્યાય.સમિતી ચેરેમને શ્રીમતી તેમજ જુનાડીસા વિભાગ ના તાલુકા સદસ્ય શ્રીમતી વિણાબેન પિયુષભાઇ પુનડીયાની ૧૫ માં નાણાપંચની ગ્રાંટમાંથી રૂ.,૦૦,૦૦૦/- ના ખર્ચે તૈયાર કરવામાં આવશે વર્તમાન સમયમાં જુનાડીસા ખાતે ૧૫માં નાણાંપંચની તાલુકા પંચાયતના સદસ્યો દ્વારા વિવિધ વિકાશલક્ષી કાર્ય કરવાની કામગીરી તબક્કાવાર ચાલુ છે

          પ્રસંગે હાજર જુનાડીસા ગામના અગ્રણી પસાભાઇ જગશીભાઇ પ્રજાપતિએ જણાવ્યુ હતુ કે, જુનાડીસા ગામની હદમાં બે તાલુકા પંચાયત સીટો આવેલ છે જેમાં વિભાગ માં કોંગ્રેસના શ્રીમતી રમીલાબેન પ્રવિણભાઇ મોદી તથા વિભાગ માં ભાજપાના શ્રીમતી વિણાબેન પિયુષભાઇ પુનડીયા સદસ્ય છે બન્નેના રાજકીય પક્ષ અલગ-અલગ હોવા છતાં બન્ને સદસ્યો દ્વારા ગામના આગેવાનો સાથે ચર્ચા વિચારણા કરી જરૂરી કામની સમીક્ષા કરી બન્ને સાથે રહી કામગીરી કરી રહ્યા છે અને જુનાડીસા સરપંચ શ્રી બબાભાઇ દેસાઇ પોતાનો પુરતો સહયોગ આપી ટેકનીકલ મદદ કરી તેમજ જરૂરી કાગજી કાર્યવાહી કરી કામગીરીને આગળ ધપાવી રહ્યા છે તેમ જણાવ્યુ હતુ.

          ખાતમુહુર્ત પ્રસંગે જુનાડીસા સરપંચ શ્રી બબાભાઇ દેસાઇ જુનાડીસા ગ્રામપંચાયત સદસ્યો હસમુખભાઇ મોદી, ભુરસીંગ દરબાર, અરવિંદભાઇ મોદી , રાહુલભાઇ મોદી, બાબુજી બદરજી દરબાર, નટવરભાઇ પુનડીયા વગેરે ગામના આગેવાનો હાજર રહ્યા હતા અને બન્ને ડેલીગેટ તેમજ સરપંચ ની કામગીરીને બિરદાવી હતી.

Download Our B K News Today App



Related News