આવતીકાલથી ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ શરૂ : તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-15 11:35:25
  • Views : 277
  • Modified Date : 2021-07-15 11:35:25

     છેલ્લા બે વર્ષથી કોરોનાવાયરસ ની મહામારી ના કારણે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે ખાસ કરીને વધતાં જતાં કોરોનાવાયરસ ના કેસ ના કારણે વિદ્યાર્થીઓમાં કોરોનાવાયરસ નો સંક્રમણ વધે તે માટે સરકાર દ્વારા ગુજરાતની તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી ચાલુ વર્ષે પણ કોરોનાવાયરસ ની વિકરાળ મહામારી ના કારણે બોર્ડની તમામ પરીક્ષાઓ બંધ કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવાની શરૂઆત કરવામાં આવી હતી છેલ્લા બે વર્ષથી શાળાઓ બંધ રહેતા તેની સીધી અસર વિદ્યાર્થીઓ પર જોવા મળી રહી છે. વર્ષે પણ જે પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ વધ્યું હતું તેના કારણે બનાસકાંઠા જીલ્લાની તમામ શાળાઓ પણ બંધ કરવામાં આવી હતી જેના કારણે વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર મોટી અસર જોવા મળી રહી છે.

     ચાલુ વર્ષે જે પ્રમાણે કોરોનાવાયરસ ની મહામારી વધી હતી તેના કારણે અસંખ્ય લોકો મોતને ભેટયા હતા ત્યારે ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસનું સંક્રમણ વધે તે માટે તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી દિવસેને દિવસે જે પ્રમાણે કોરોનાવાયરસ ની મહામારી ફેલાઈ રહી હતી તેના કારણે ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ રદ કરવામાં આવી હતી અને તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવ્યા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે જે પ્રમાણે કોરોના વાયરસનું સંક્રમણ હતું તેના કારણે સરકાર દ્વારા શાળાઓ બંધ કરવામાં આવતા તેની સીધી અસર વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય પર જોવા મળી હતી. તો તરફ ગુજરાત સરકાર દ્વારા રીપીટર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું અને કોરોનાવાયરસ ની મહામારી ઓછી થાય ત્યારે તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાનો સરકારે નિર્ણય કર્યો હતો.

   કોરોનાવાયરસ ની મહામારી બાદ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આવતી કાલે 10 અને 12ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ યોજાનાર છે. પરીક્ષાઓ તા.15 જુલાઈ થી 28 જુલાઈ સુધીનું આયોજન થઈ રહ્યું છે.જેમાં SSC બોર્ડની પરીક્ષાઓ 31 કેન્દ્રો, 126 બિલ્ડીંગ અને 25,258 વિદ્યાર્થી, જ્યારે HSC સામાન્ય પ્રવાહ માટે 1 કેન્દ્ર પર 31 બિલ્ડીંગ માં 7,928 વિદ્યાર્થીઓ ,HSC વિજ્ઞાન પ્રવાહના 1 કેન્દ્ર પર 4 બિલ્ડીંગ પર 718 વિદ્યાર્થી પરિક્ષા આપશે. આમ આવતીકાલથી શરૂ થતી પરીક્ષાઓ ને લઇ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આવતીકાલથી જ્યારે બોર્ડની પરીક્ષાઓ યોજવા જઇ રહી છે તે અંતર્ગત બનાસકાંઠા જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં શિક્ષણ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠક માં જિલ્લા આરોગ્ય અધિકારી, પોલીસ સ્ટાફ ,ugvcl ના અધિકારીઓએ બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ પડે તે માટે સૂચના આપવામાં આવી છે. પરીક્ષાઓમાં SSC બોર્ડની પરીક્ષાનું સંચાલન ત્રણ જોનમાં એટલે કે થરાદ ,ડીસા પાલનપુરમાં થશે.જ્યારે HSCનું તમામ સંચાલન પાલનપુરથી કરવામાં આવશે. પરીક્ષાઓ શરૂ થાય ત્યારે વિદ્યાર્થીમાં કોઈપણ પ્રકારના કોરોના લક્ષણો જણાશે તો તેવા વિદ્યાર્થીઓ માટે અલગ રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

    બનાસકાંઠા જિલ્લામાં આવતીકાલે જ્યારે ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે ત્યારે કોરોના વાયરસનું સંક્રમણ વધે તે માટે આથી તમામ શાળાઓમાં સંચાલક મંડળ દ્વારા શાળાઓને સેનેટાઈઝર કરવામાં આવી હતી તો બીજી તરફ આવતી કાલે જ્યારે વિદ્યાર્થીઓ શાળામાં પ્રવેશ કરશે તો તે તમામ વિદ્યાર્થીઓને સરકાર ની ગાઈડલાઈન મુજબ પ્રવેશ આપવામાં આવશે શિવરાજ આજે શાળા સંચાલક દ્વારા તમામ ક્લાસમાં વિદ્યાર્થીઓ બેસી શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. ત્યારે ચોક્કસથી કહી શકાય કે આવતી કાલથી કોરોનાવાયરસ ની મહામારી બાદ જે પરીક્ષાઓ યોજાવા જઇ રહી છે તેને લઈ બનાસકાંઠા જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જે કેન્દ્રો ફાળવવામાં આવે છે તે તમામ કેન્દ્રો અને આજે સેનેટ રાઈઝર કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News