રવિવારે લેવાનારી ભરતી માટેની કઈ સરકારી પરીક્ષા થઈ મોકૂફ ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-11 16:46:38
  • Views : 509
  • Modified Date : 2019-08-11 16:47:49

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં લઇ આવતી કાલે 11 ઓગસ્ટ રવિવારે રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસન્દગી મંડળની લેવાનારી સુપર વાઈઝર ઇન્સટ્રક્ટર ઇલેટ્રીકલ ગ્રુપ તેમજ કોમ્પ્યુટર ગ્રુપ વર્ગ 3 સંવર્ગોની ભરતી માટેની સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે. આ પરીક્ષાઓની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.

રાજયમાં સર્વત્ર ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઇને તા. 11/08/2019ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા યોજાનાર ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝર અને મદદનીશ શાસનાધિકારીની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે. પરીક્ષાની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. જેની સંબંધિત ઉમેદવારોએ જરૂરી નોંધ લેવી આથી જણાવવામાં આવે છે. મોકૂફ રાખવાની જાણ ઉમેદવારોને SMS થી કરવામાં આવેલ છે.

Download Our B K News Today App



Related News