પૂર્વ ધા.સ ગોવાભાઇ રબારી દ્વારા તીડ પ્રભાવિત ગામડાની મૂલાકાતનો વિડીયો વાયરલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-29 10:59:23
  • Views : 658
  • Modified Date : 2019-12-29 10:59:23

ડીસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ રબારી દ્વારા ડીસા તાલુકાના વીરુણા, કુચાવાડા, ધનાવાડા, વિઠોદર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મુલાકાત લઈ જણાવ્યુ હતું કે તીડ  ભયંકર પરિસ્થિતી સર્જી રહ્યું છે.જેના કારણે ખેડૂતોની પરિસ્થિતી દિવસેને દિવસે વિકટ બનતી ગઈ અને સરકાર ઊંઘતી રહી, જેના કારણે આજે તીડ સમગ્ર બનાસકાંઠામાં એક લાખ એકર જમીનમાં પાકનો વિનાશ કરી ચૂક્યું છે. ત્યારે ભાજપના નેતાઓ હેલીકોપ્ટરથી દવાનો છંટકાવ  કરી તીડનો નાશ કરવાની જગ્યાએ નાટક કરતા જોવા મળી રહ્યા છે.આમ ખેડૂત વિરોધી સરકારને મારા કેટલાક સવાલ છે જેમાં કૃષીમંત્રી આર.સી.ફળદુએ ૧૦ દિવસ પહેલા પરિસ્થીતીનો તાગ મેળવ્યો હતો તો સમયસર કોઈ પગલા કેમ ન લેવાયા? મુખ્યમંત્રી માટે 191 કરોડ રૂપિયાના ખર્ચે ચાર્ટડ પ્લેન આવી શકે તો  દવાના છંટકાવ માટે હેલીકોપ્ટર કેમ નહીં?આમ તીડને આગળ વધતા અટકાવવા સરકાર પાસે શું એક્સન પ્લાન છે?સહિતના અનેક સવાલો પૂર્વ ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. 

Download Our B K News Today App



Related News