નવરાત્રિમાં ભલે ગરબાની મંજૂરી નહીં, ભાજપના નેતાઓ-કાર્યકરો વિજયોત્સવમાં ઢોલ-નગારાના તાલે ટોળે વળીને ગરબે ઘૂમ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-10 12:55:28
  • Views : 509
  • Modified Date : 2020-11-10 12:55:28

                 રાજયની આઠ પેટાચૂંટણીમાં ભાજપનો ભગવો આઠ બેઠક પર લહેરાવવા જઈ રહ્યો છે જેની ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ ખાતે ઉજવણી કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો કાર્યાલય ખાતે ઉમટી પડ્યા છે. જો કે આ ઉજવણીમાં કોરોના વાયરસના સંક્રમણને ભાજપના નેતાઓ અને કાર્યકરો ભૂલી ગયા છે. સોશિયલ ડિસ્ટન્સની એસીતેસી કરીને ઉજવણી કરવામા આવી રહી છે. એટલું જ નહીં કોરોનાના નામે સરકારે ગરબા રમવા પર પ્રતિબંધ મૂક્યો હતો.પરંતુ પેટાચૂંટણીમાં ભાજપ વિજય તરફ આગળ વધી રહ્યું છે ત્યારે ખુદ ભાજપની મહિલા કાર્યકરો સહિત નેતાઓ પણ ગરબા રમી ઉજવણી કરી રહ્યાં છે. વડાપ્રધાન મોદીની બે ગજની દુરીની સલાહ ગુજરાત ભાજપના નેતાઓ અને કાર્યકરો ભૂલી અને વિજ્યોત્સવ મનાવી રહ્યા છે. કમલમમાં હાલમાં દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.નવરાત્રીમાં ગરબા પર પ્રતિબંધ, ભાજપની ઉજવણીમાં નહીં કોરોના વાયરસના કેસોમાં વધારો થવાને કારણે સરકારે નવરાત્રિમાં ગરબા રમવા પર પ્રતિબંધ મુક્યો હતો. પરંતુ હાલમાં દરરોજ એક હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યાં છે ત્યારે ભાજપના કાર્યકરો ચૂંટણીમાં વિજયના ઉન્માદમાં નિયમોની એસીતેસી કરીને ઉજવણી કરી રહ્યાં છે. પાર્ટીના કાર્યાલય પર ઢોલ નગારા વગાડીને ભાજપના કાર્યકરો ગરબા રમી રહ્યાં છે. નિયમો માત્ર લોકો માટે જ તૈયાર કરવામાં આવ્યાં છે જેને ભાજપના કાર્યકરો માનવા તૈયાર જ નથી

Download Our B K News Today App



Related News