મહિલાએ 'સુપરસાઈઝ' બાળકને જન્મ આપતા ડોકટર્સ પણ દંગ રહી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-01-23 14:53:42
  • Views : 540
  • Modified Date : 2023-01-23 14:53:42

બ્રાઝિલના એમેઝોનાસ રાજ્યમાં એક મહિલાએ 7 કિલો વજન ધરાવતા અને 2 ફૂટ લાંબા બાળકને જન્મ આપ્યો છે. બાળકનું વજન અને લંબાઈ જોઈને ડોક્ટર પણ અચંબિત થઈ ગયા હતા. તેમણે કહ્યું કે, રાજ્યમાં અત્યાર સુધી જન્મેલાં બાળકોમાંથી આ સૌથી મોટા કદનું બાળક છે. બાળક એટલું મોટું છે  કે માતા-પિતાએ ખરીદેલાં કપડાંમાં તે ફિટ આવી શક્યું ન હતું.

નવજાત અને તેની માતા બંને હાલ સ્વસ્થ છે. બાળકનો જન્મ 18 જાન્યુઆરીએ એમેઝોનાસ રાજ્યની એક હોસ્પિટલના સિઝરિયન સેક્શનમાં થયો હતો. તે સમયે બાળકનું વજન 7 કિલોથી થોડું વધારે હતું. તેની લંબાઈ 2 ફૂટ હતી. ડોક્ટરે બાળકને 'સુપરસાઈઝ બેબી' કહ્યું.

તેમનું માનવું છે કે એમેઝોનાસ રાજ્યમાં અત્યાર સુધી જન્મેલાં તમામ બાળકોમાં સૌથી મોટું બાળક છે. કારણ કે આની પહેલાં જન્મેલા બાળકનું વજન 5.5 કિલો અને લંબાઈ 1.8 ફૂટ હતી.

બાળકની 27 વર્ષીય માતાનું નામ ક્લીડિયન સેન્ટોસ છે. તે નિયમિત પ્રેગ્નન્સી ટેસ્ટ માટે હોસ્પિટલ ગઈ હતી. પરંતુ ચેકઅપ પછી ડોક્ટરે જાણ્યું કે તેમને સિઝરિયન સેક્શનમાં રાખવા પડશે. બીજા જ દિવસે સેન્ટોસે બાળકને જન્મ આપ્યો. તેમણે બાળકનું નામ એંગર્સન રાખ્યું છે.

જન્મ સમયે એંગર્સનની લંબાઈ 59 સેન્ટીમીટર હતી, જે નવજાત શિશુના એવરેજથી આઠ સેન્ટીમીટર વધુ હતી. એંગર્સનનું વજન એક વર્ષના બાળક જેટલું હતું. એંગર્સનની માતા સેન્ટોસને પાંચ બાળકો છે. તેમણે કહ્યું કે, “મેં આવું વિચાર્યું નહતું, મેં એવું વિચાર્યું હતું કે બાળક ચાર કિલોનું હશે, પરંતુ તે સાત કિલોનું આવ્યું. હું ડોક્ટરની ટીમને ધન્યવાદ કહીશ, જેમણે મારો ઈલાજ કર્યો. હું 40 સપ્તાહથી પ્રેગ્નન્ટ હતી.

ઉલ્લેખનીય છે કે ગિનિઝ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, અત્યાર સુધીનું ભારે બાળક સપ્ટેમ્બર, 1955માં ઈટલીમાં જન્મ્યું હતું. જેનું વજન 10.2 કિલો હતું.

Download Our B K News Today App



Related News