પરિણિતાને પિયરીયાઓએ પણ ના રાખી, અંતે બાળપણની સખી વહારે આવી, પતિના ત્રાસથી કંટાળી હતી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-05-21 16:51:46
  • Views : 63
  • Modified Date : 2025-05-21 16:51:46

પતિના માનસિક-શારીરિક ત્રાસના કારણે કંટાળને પતિ કે સાસરિયાઓ સાથે રહેવા નહી માંગતી એક પરિણિતાને પિયરપક્ષના લોકોએ પણ રાખવાનો ઇન્કાર કરી દેતાં પરિણિતાએ નાછૂટકે તેની બાળપણની બહેનપણીનો સંપર્ક કરી પોતાની વ્યથા જણાવી હતી. બાળપણની બહેનપણીએ હિંમત બતાવી પોતાની આ પરિણિત બહેનપણીને પોતાની સાથે રાખવાની તૈયારી બતાવી પરંતુ તેઓના માથે સાસરિયા અને પિયરપક્ષ તરફથી હુમલાનું અને જાનનું જોખમ હોઇ પરિણિતાએ પોલીસ પ્રોટેકશન માટે હાઇકોર્ટમાં રિટ અરજી કરી હતી. જેમાં સરકારપક્ષ તરફથી બંને બહેનપણીઓની સુરક્ષાને ઘ્યાનમાં લઇ તેઓને 20 દિવસ માટે વચગાળાનું પોલીસ રક્ષણ અપાયુ હોવાનો રિપોર્ટ હાઇકોર્ટમાં ફાઇલ કરાયો હતો. બે બહેનપણીઓના વિચિત્ર અને રસપ્રદ કેસની વઘુ સુનાવણી હાઇકોર્ટે સુનાવણી આગામી મહિને રાખી હતી. 

હાઇકોર્ટ પહોંચ્યો બે બહેનપણીઓને વિચિત્ર અને રસપ્રદ કિસ્સો 

સાસરિયાઓ અને પિયરપક્ષના તરછોડાવાના વમળમાં ફસાયેલી પરિણિતાને બાળપણની બહેનપણી તરફથી અપાયેલા હુંફ અને આશરાના કંઇક રસપ્રદ એવા કિસ્સાની વિગતો એવી છે કે, પરિણિત મહિલાની ઉમંર હાલ 32 વર્ષની છે અને તેના લગ્ન 13 વર્ષ પહેલાં પોતાનાથી 15 વર્ષ મોટી ઉમંરના પુરુષ સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન તેને સંતાનો પણ થયા હતા. જો કે, લગ્ન જીવન દરમ્યાન તેને શરૂઆતથી જ પતિ તરફથી શારીરિક માનસિક ત્રાસ અપાતો હતો, પતિ દારૂ પીવાની ટેવ વાળો અને શંકાશીલ હોવાના કારણે ઘરમાં રોજના ઝઘડા સામાન્ય બની ગયા હતા. 

બાળપણની બહેનપણી યાદ આવી

લગ્નજીવનમાં રોજેરોજના ઝઘડાઓ અને પતિ-સાસરિયાઓના ત્રાસથી કંટાળી પરિણિતાએ પતિનું ઘર છોડવાનો નિર્ણય કરી લીધો અને પોતાના પિયર ગઇ હતી. જો કે, પિયરપક્ષના લોકોએ પણ સમાજની બીકે તેને આશરો આપવાની કે કાયમ રાખવાની ના પાડી દેતાં પરિણિતા માટે ધર્મસંકટ ઉભુ થયું હતું. જીવનની આવી કપરી અને કટોકટીભરી સ્થિતિમાં જયારે તેને કંઇ સૂઝતુ નહોતુ ત્યારે તેને પોતાની બાળપણની બહેનપણી યાદ આવી કે, જે પણ હાલ પરિણિત છે અને સુખી સંપન્ન જીવન જીવી રહી છે. પરિણિતાએ પોતાની બહેનપણીને વાત કરી કે, તેના માટે હવે કયાં જવુ તે બહુ યક્ષપ્રશ્ન બની રહ્યો છે, આવી પરિસ્થિતિમાં શું તું મને આશરો આપી શકીશ..? બાળપણની બહેનપણીએ દુઃખના આ કપરા સમયમાં પોતાની પરિણિત બહેનપણીને સાથ આપી હિંમત દાખવી હતી અને તેને પોતાના ઘરમાં આશરો આપવાની તૈયારી બતાવી હતી. 

Download Our B K News Today App



Related News