ગુજરાત બહાર પણ ટામેટાંના ભાવ આસમાને.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-14 16:36:46
  • Views : 125
  • Modified Date : 2023-07-14 16:36:46

 કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં ટામેટાંના આકાશને આંબી રહેલા ભાવને ચકાસવા માટે એક દિવસ અગાઉ કરવામાં આવેલા પ્રયાસો છતાં ચંડીગઢમાં તેની છૂટક કિંમત ગુરુવારે 300થી 350 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગઈ હતી. તો બીજી તરફ ગાઝિયાબાદમાં ટામેટાં 250 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયા છે.ચંડીગઢના વેપારીઓનું કહેવું છે કે પંજાબ અને હિમાચલમાંથી સપ્લાય બંધ થઈ ગઈ છે, પરંતુ બેંગલુરુથી ટામેટાં મંગાવવામાં આવ્યાં છે. આનાથી દરોમાં ઘટાડો થશે. યુપીની રાજધાની લખનૌમાં ટામેટાં છૂટકમાં રૂ. 160થી રૂ.180 પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહ્યાં છે. દરમિયાન હરિયાણામાં ટામેટાં 200થી 225 રૂપિયા અને હિમાચલમાં 118 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાયાં હતાં. બીજી તરફ જમ્મુમાં ટામેટાંનો છૂટક ભાવ 180થી 200 રૂપિયા પ્રતિ કિલો હતો. બુધવારે જ સરકારે સહકારી મંડળીઓ-નાફેડ અને નેશનલ કન્ઝ્યુમર કો.ઓપરેટિવ ફેડરેશનને ઉત્પાદક કેન્દ્રોમાંથી ટામેટાં ખરીદવાં અને વ્યાજબી ભાવે તેનું વિતરણ કરવા સૂચના આપી હતી.ભારતમાં ટામેટાંના સતત વધી રહેલા ભાવ બાદ નેપાળના સીમાવર્તી વિસ્તારો સાથે જોડાયેલા જિલ્લાના લોકો ચીનનાં ટામેટાંનો સ્વાદ ચાખવા લાગ્યા છે. ઇન્ડો-નેપાળ બોર્ડરની આસપાસ ટામેટાની તસ્કરી થઇ રહી છે. કેરેટમાં ભરીને નો મેન્સ લેન્ડના રસ્તે સીમાંચલ વિસ્તારોમાં સતત ચીનના ટામેટાં લઇને ખવાઇ રહ્યાં છે. નેપાળમાં ટામેટાંની કિંમત સો રૂપિયામાં પાંચ કિલો છે. પૂર્ણિયાની ખુશ્કીબાગ મંડળીમાં સારી ક્વોલિટીનાં ટામેટાંની કિંમત સોથી દોઢસો રૂપિયા પ્રતિ કિલો છે. બોર્ડર પરના જવાનો હવે બોર્ડર આસપાસના વિસ્તારો પર સખત નજર રાખી રહ્યાં છે.

Download Our B K News Today App



Related News