ડીસા ના રામવાસ ગામે પણ વાદળ ફાટતા ખેતરો બેટમાં ફેરવાઈ જઈ પાણી નું વહેણ ખેડૂતોના ખેતરો માંથી નીકળ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-01 12:05:59
  • Views : 497
  • Modified Date : 2022-09-01 12:05:59


ડીસા સહિત બનાસકાંઠા માં આ વર્ષે ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સર્જાઈ છે. જેમાં ડીસા ના રામવાસ ગામે પણ વાદળ ફાટતા ખેતરો બેટમાં ફેરવાઈ જઈ પાણી નું વહેણ ખેડૂતોના ખેતરો માંથી નીકળ્યું હતું. જેથી પાક પાણી માં ગરકાવ થઈ જતા કરોડો નું નુકસાન સહન કરવું પડ્યું છે ત્યારે હવે અસરગ્રસ્ત ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતો ને સહાય ચૂકવવામાં આવે. . 

 

વરસાદની એક એક બુંદ માટે તરસતા બનાસકાંઠા જિલ્લા ઉપર કુદરતે મેઘ મહેર તો કરી છે પરંતુ કેટલાક વિસ્તારોમાં આ મેઘમહર આકાશી આ આફત રૂપી બનીને વરસી હતી તેમાં પણ ડીસા પંથક માં પણ એક દિવસમાં આઠથી દસ ઇંચ જેટલો વરસાદ વરસતા સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને અનેક ગામડાઓ જળમગ્ન બની ગયા હતા તેમાંનું એક ગામ એટલે રામવાસ ગામ.

રામવાસ ગામમાં પણ ભારે વરસાદના કારણે લોકોને લાખો રૂપિયાનું નુકસાન વહેતું પડ્યું છે આ ગામમાં એક જ રાતમાં ધોધમાર વરસાદ સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ બની હતી. ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કર્યું હતું સારા ભાવની આશાએ વાવેતર કરેલ પાક પાણીમાં ગરકાવ થઈ જતા લાખો રૂપિયાનો નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. એક તરફ મોંઘવારી અને બીજી તરફ લીલા દુષ્કાળ જેવી સ્થિતિથી ખેડૂત હાલત કફોડી બની ગઈ છે ત્યારે નુકસાની નો માર સહન કરી રહેલા ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક નુકસાન ગ્રસ્ત વિસ્તાર નો સર્વે કરી અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવે . . .  .

Download Our B K News Today App



Related News