ચૂંટણી પહેલા જ ગુજરાતનાં આ બે વિસ્તારમાં લાગુ થયો અશાંત ધારો

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-17 14:41:22
  • Views : 193
  • Modified Date : 2022-10-17 14:41:22

    ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્યના બે વિસ્તારોમાં અશાંતધારો લાગુ કરી દેવાયો છે. રાજ્યમાં આણંદ જિલ્લાના બોરસદ અને પેટલાદમાં અશાંત ધારો લાગુ કરી દેવાયો છે. કારણ કે બોરસદ અને પેટલાદ આ બંને વિસ્તારોની ગણના અતિ સંવેદનશીલ વિસ્તારોમાં થાય છે.ઉલ્લેખનીય છે કે, થોડાક મહિના અગાઉ પણ આણંદ જિલ્લાના પેટલાદ શહેરના આંજણાવાડ વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરી અહીં કાયમી પોલીસ ચોકી ઊભી કરવાની માંગણી કરવામાં આવી હતી. આ સંદર્ભે આંજણા સમાજના લોકો દ્વારા પેટલાદ ચીફ ઓફિસરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. પેટલાદ આંજણાવાડ વિસ્તારની કુલ વસ્તી 575ની છે, લગભગ દોઢ સો વર્ષથી આ વિસ્તારમાં આંજણા પટેલ અને ચૌધરી સમાજના પરિવારો રહે છે. આ આંજણાવાડ વિસ્તારમાં 1970-71થી કોમી હુલ્લડો થતા આવ્યા છે. ત્યારે આ જ પ્રકારની પરિસ્થિતિઓનો સામનો આવનારી પેઢીને ન કરવો પડે તે હેતુને ધ્યાને રાખતા થોડાક મહિના અગાઉ પેટલાદના આંજણાવાડ વિસ્તારમાં પણ અશાંત ધારો લાગુ કરવાની રજૂઆત કરાઇ હતી.આ સિવાય જે સમયે રૂપાણીની સરકાર હતી એ સમયે પણ આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે-તે સમયે પોતાની સરકાર વખતે આણંદના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાના નિર્ણયને મંજૂરી આપી હતી. આણંદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુસર જે-તે સમયે રૂપાણી સરકારે આ નિર્ણય લીધો હતો.એ સમયે આણંદ શહેરના નાની ખોડિયાર, ગાંગદેવ નગર, મોટી ખોડિયાર, પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ, રાધા સ્વામી સ્તસંગ, IRIS હોસ્પિટલ, લાંભવેલ રોડ, રેલવે સ્ટેશનની સામેનો વિસ્તાર, ગુજરાતી ચોક, પોસ્ટ ઓફિસ, આણંદ નગરપાલિકા, ગામડીવાડ, કિશોર પ્લાઝા, અમૂલ ડેરી રોડ, ચરોતર બેન્ક, લક્ષ્મી સિનેમા, મેફેર રોડ, જૂના રોજ પાસે નરીમાન કોમ્પલેક્સ તથા જૈન ઉપાશ્રય નજીકના વિસ્તારમાં અશાંત ધારો લાગુ કરાયો હતો.જ્યારે તમારે મકાન કે કોઇ દુકાન વેચવી હોય તો તેની પર એક ચોક્કસ નિયંત્રણ લાગે છે. મિલકત વેચવા માટે કલેક્ટરને જાણ કરવી પડે. કલેક્ટરને મિલકત વેચવાનું કારણ જણાવવું પડે. મિલકત કોને વેચી રહ્યાં છો તેની વિગત પણ આપવી પડે. કલેક્ટર ખરીદનાર-વેચનારની સુનાવણી હાથ ધરે. કલેક્ટરને ઠીક લાગે તો જ સોદો થયેલો ગણાય.

 

Download Our B K News Today App



Related News