કોરોના મહામારી ની બીજી લહેર બાદ પણ ડીસા તાલુકાનું લક્ષ્મીપુરા ગામ રસીકરણ અભિયાનમાં પ્રથમ નંબર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 12:15:42
  • Views : 261
  • Modified Date : 2021-07-26 12:15:42

     સમગ્ર ગુજરાતમાં કોરોનાવાયરસ ની બીજી લહેર લોકો માટે ઘાતક સાબિત થઇ હતી સતત લોકોના વધેલા સંક્રમણના કારણે સમગ્ર ગુજરાતમાં અનેક લોકો કોરોના વાયરસની મહામારીમાં મોતને ભેટયા હતા. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાવાયરસ ની બીજી લહેર ઘાતક સાબિત થઇ હતી કોરોનાવાયરસ કે બીજી લહેર માં બનાસકાંઠા જિલ્લામાં તમામ હોસ્પિટલ કોરોના દર્દીઓ થી ઉભરાઈ ગયા હતા અને સતત ઇન્જેક્શન અને ઓક્સિજનની અછતથી બનાસકાંઠા જિલ્લામાં અનેક લોકો મોતને ભેટ્યા હતા ત્યારે ચોક્કસથી કહી શકાય કે ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી લોકો માટે વિકરાળ સાબિત થઇ હતી આરોગ્ય વિભાગ દ્વારા સતત દર્દીઓને સારવાર મળી રહે તે માટે તમામ તાલુકાઓમાં કોવિડ હોસ્પિટલો પણ શરૂ કરવામાં આવી હતી.તેમ છતાં પણ કોરોનાવાયરસ ની આ મહામારી માં અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

     ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં કોરોનાવાયરસ ની મહામારી લોકો માટે વિકરાલ સાબિત થઇ હતી અનેક લોકો આ મહામારીમાં મોતને ભેટયા હતા ત્યારે આ મહામારી ને રોકવા માટે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું સતત લોકોને વધુમાં વધુ રસી મળી રહે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાઓમાં રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું ખાસ કરીને પ્રથમ તબક્કામાં બનાસકાંઠા જિલ્લામાં 45 વર્ષ ઉપરના લોકો માટે નું રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને લોકો વધુમાં વધુ રસી લે તે માટે આરોગ્ય વિભાગ દ્વારા રસીકરણના કાર્યક્રમો પણ યોજવામાં આવતા હતા. જેના કારણે સમગ્ર ગુજરાતમાં 45 વર્ષ ઉપરના રસીકરણ અભિયાન બનાસકાંઠા જિલ્લાનો પ્રથમ નંબર આવ્યો હતો લોકો પણ કોરોના મહામારી થી બચવા માટે મોટી સંખ્યામાં રસીકરણ અભિયાનમાં જોડાયા હતા જેના કારણે કોરોનાવાયરસ ની મહામારીમાં રસીકરણ ના કારણે અનેક લોકોની જિંદગી પણ બચી હતી.

     આઝાદી કાળ ના સમયગાળા થી જ ડીસા તાલુકા નું લક્ષ્મિપુરા ગામ શિક્ષણ, વિકાસ સહિત આરોગ્ય-સ્વચ્છતા મા હંમેશા મોખરે રહ્યું છે એવામાં વર્તમાન કોરોના મહામારી મા ચાલી રહેલા રસીકરણ અભિયાન મા પણ એક દાખલો બેસાડ્યો છે આ જાગ્રુત ગામ ની અંદર 100 ટકા લોકો નું રસીકરણ પૂર્ણ થઈ ગયુ છે એવા મા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોરોના મહામારી મા દિવસ-રાત પરિશ્રમ કરી રહેલા આરોગ્ય કર્મીઓ નું  ગામ લોકો દ્વારા  સન્માન કરી આભાર પ્રકટ કર્યો હતો ને અભિનંદન પાઠવ્યા હતા. તેમની આરોગ્ય સેવાઓ એ લોકો નું જીવન બચાવવા મા મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે તેમની ફરજ પ્રત્યે ની નિષ્ઠા આગામી પેઢી ને પ્રેરણા આપશે, આવા કપરા સમયે પોતાની પરવા કર્યા વગર લોક સેવા મા તત્પર કોરોના વોરીયર્સના સન્માન કાર્યક્રમ મા ગામ ના સરપંચ, ડેલીગેટ સહિત આગેવાનો આ મહાભિયાનમાં સાથ સહકાર આપ્યો હતો.

Download Our B K News Today App



Related News