ઈન્દોરની એક હોસ્પિટલમાં ઓક્સિજન સમાપ્ત થયો તો દર્દીના સગા બાઇક-કારમાં સિલિન્ડર લઈ આવ્યા, MPમાં 24 કલાકમાં 6,489 દર્દી મળ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-12 16:27:36
  • Views : 273
  • Modified Date : 2021-04-12 16:27:36

    મધ્યપ્રદેશમાં લોકડાઉન અને નાઈટ કર્ફ્યૂ બાદ પણ સંક્રમણની ઝડપ ઘટી રહી નથી. ઈન્દોર, ભોપાલ અને જબલપુરમાં સૌથી વધુ પરિસ્થિતી ખરાબ છે. ઇંડોરના ગુર્જર હોસ્પીટલમાં રવિવારે રાત્રે ઓક્સિજન સમાપ્ત થઈ ગયો હતો. હોસ્પિટલ તંત્રએ દર્દીના પરિવારને દર્દીને અન્ય બીજી હોસ્પીટલમાં શિફ્ટ કરવા જણાવ્યુ છે. આ બાબતે હોબાળો પણ થયો હતો. થોડીવારમાં પરિવારજન પોતે જ બાઇક અને કારમાં રાખીને સિલિન્ડર લઈ આવ્યા હતા. આ દરમિયાન વેન્ટિલેટર પે રહેલ એક દર્દીનુ મોત પણ થઈ ગયું હતુ.

    રાજયમાં છેલ્લા 24 કલાકમાં 6,489 લોકો કોરોના પોઝિટિવ સામે આવ્યા હતા, જ્યારે 37 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ચાર મોટા શહેરો- ઈન્દોર, ભોપાલ, જબલપુર અને ગ્વાલિયરમાં જ 50% થી વધુ દર્દીઓ મળી રહ્યા છે. આ શેરોમાં છેલ્લા 24 કલાકમાં 16 લોકોના મોત થયા છે, અને 2700થી વધુ કેસ આવ્યા હતા. આરોગ્ય શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગનો ભાણો અને ભાણીને પણ સંક્રમણ લાગ્યું છે.

   ઓક્સિજનની વધતી માંગને જોતાં રાજ્ય સરકાર હવે 2,000 ઓક્સિજન કંસંટ્રેટર ખરીદવાની તૈયારીમાં છે. તે એક સપ્તાહમાં આવી જશે. તેને દરક જિલ્લા અને હોસ્પીટલમાં મોકલવામાં આવશે. આ મશીન વાતાવરણમાંથી દર મિનિટે 1 થી 6 લોટર ઓક્સિજન ખેંચે છે. કોરોનાની પ્રથમ લહેરના સમયે કેન્દ્ર સરકારે 2,000 ઓક્સિજન કંસંટ્રેટર મોકલ્યા હતા. હવે રાજ્ય સરકાર પોતાના ખર્ચે તેને ખરીદશે.

    મધ્યપ્રદેશમાં કોરોનાથી પરિસ્થિતી ખરાબ થવાની અસર સરકારી તંત્ર પર પડી છે. રાજ્ય સરકારનો ઓફિસોમાં કર્મચારીઓની હાજરી સીમિત કરી દીધી છે. મંત્રાલય અને અન્ય સરકારી કચેરીઓમાં વર્ગ ત્રણ અને વર્ગ ચારના કર્મચારીઓની હાજરી 25% રોટેશનમાં થશે. ક્લાસ 1 અને ક્લાસ 2 ના અધિકારીઓની હાજરી 100% રહેશે. જીલ્લામાં આ બાબતે કલેકટર નિર્ણય લેશે.કોરોનાના કેસ મુદ્દે ઈન્દોર સૌથી વધુ સંવેદનશીલ શહેર બની ગયું છે. અહીંયા સતત દર્દીની સંખ્યા વધી રહી છે. રવિવારે 923 લોકો પોઝિટિવ નોંધાયા હતા, 6 લોકો મૃત્યુ પામ્યા હતા. એક દિવસ પહેલા અહીં 912 કેસ આવ્યા હતા અને 5 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.



Download Our B K News Today App



Related News