9 લોકોના જીવ લીધા બાદ પણ પિતા-પુત્ર આરામથી જમ્યા સરકારી ભોજન.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-21 16:32:38
  • Views : 92
  • Modified Date : 2023-07-21 16:32:38

 અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોનો ભોગ લીધા બાદ પણ પોલીસ સ્ટેશનમાં આરામથી તથ્ય પટેલ જમ્યો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સામાન્ય રીતે કોઈને ગુસ્સાથી કંઈ બોલી ગયા હોય કે, કોઈને માર માર્યો હોય તો આપણને જમવાનું પણ ન ભાવે. પરંતુ તથ્ય પટેલ અને તેના આરોપી પિતા પ્રગ્નેશ પટેલે જેલમાં આરામથી ભોજન લેતા નજરે પડે છે.DCPની સૂચનાથી પોલીસ સ્ટેશનમાં સરકારી ભોજન આપવામાં આવ્યુ હતુ. 9 લોકોનો ભોગ લીધા પછી પણ તેમના ચહેરા પર અફસોસના કોઈ હાવભાવ જોવા મળ્યો નથી. જાણે પોતાનો દીકરો સાવ નિર્દોષ હોય તેમ પ્રગ્નેશ પટેલના મોઢા પર ગુસ્સાના હાવભાવ જોવા મળ્યા. તેના મોઢા પર ઘટનાની કોઈ જ અસર જોવા ન મળી. તો આજે તથ્ય પટેલ અને તેના આરોપી પિતા પ્રગ્નેશ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવશે.

Download Our B K News Today App



Related News